"મન થાય છે"
તારા નયનોનાં નગરમાં ભટકવાનું મન થાય છે, તારી હાસ્યની છોળોમાં જીવવાનું મન થાય છે. લટકતી એ લટો મા હિંચવાનું મન થાય છે, મીઠા શબ્દોના એ ઝરણામાં તરવાનું મન થાય છે, તારા રેશમ શા ગાલ પર લપસવાનું મન થાય છે, તારા નાજુકલા લલાટ પર ચુંબનનું મન થાય છે, વાંકડિયા વાળના એ વનમાં, સંતાવા નું મન થાય છે, નાગણ શી ચાલ મા ચાલવાનું મન થાય છે. તારાં ગુસ્સાની એ ગરમીમાં પિગળવાનું મન થાય છે, તારાં સ્નેહની એ શિતળતામાં, ભીંજાવાનું મન થાય છે. કહે છે ' ચાંદ ' એના ઘડનારને એના ' ઘડતર' ની સાથ આખું "ઘડપણ" જોવાનું મન થાય છે. - ચંદ્રસિંહ જી. પરમાર "સરગુડી", દહેગામ(ગાંધીનગર)