પોસ્ટ્સ

તારો સાથ માંગુ છું.

 તારો સાથ માંગુ છું. જીવનમાં તડકાછાયા આવશે, બસ, છેલ્લો શ્વાસ માંગુ છું. આવ્યો હતો એકલો,  "સામ્રાજ્ય" છોડી જવા તારો હાથ માંગુ છું. તારો સાથ માંગુ છું. યુવાનીમાં હશે બધા સાથ, ઘડપણની એકલતા માટે હૂંફ માંગુ છું. ભલે ના કરું ફોન કે મેસેજ, વ્હાલી! તારા માટે દુનિયા સામે રોજ લડું છું. તારો સાથ માંગુ છું, ચોળીમાં લીધા'તા ચાર ફેરા, સમાજની સાક્ષીએ મારો શ્વાસ માનું છું. કહે છે ચંદ્ર હે અમી! દરેક ભવમાં તારો પ્રેમ માંગુ છું. મારા ધર્મપત્ની અમિશાબાના જન્મ દિને...🔥 #બાપૂ_ઉવાચ🦁

રામ છું.

 વાલિયા લૂંટારાને વાલ્મીકિ સંત બનાવનાર, ક્રોંચ પક્ષીના છેલ્લો શબ્દ "રામ" છું.  રાજા દશરથ હાથે, ઘાયલ શ્રવણના,  માબાપનો છેલ્લો શબ્દ "રામ" છું. પિનાક ધનુષ ઉપાડી, રાવણનો ઘમંડ ઉતારી, પરશુરામને શાંત કરનાર, શ્રી રામ છું. પિતાના બોલ પાળવા, રાજપદ ત્યાગી, ચૌદ વર્ષ વનવાસ લેનાર, શ્રી રામ છું. ચિત્રકૂટમાં ભક્ત શબરીને દર્શન આપી, એંઠા બોર ખાનાર, શ્રી રામ છું. કનક મૃગની લાલચમાં, સીતાજીના હરણ પછી, પત્ની વિરહમાં આંસુ પાડનાર, શ્રી રામ છું. કિષ્કિંધા મિલન પછી, રાજા સુગ્રીવના મંત્રી, હનુમાનની રગેરગમાં વસનાર, શ્રીરામ છું. ઘૂઘવતા સાગરમાં લંકાનો માર્ગ કરતાં, રામ નામે તર્યા પથ્થર, એ રામ નામ છું. રાવણવધ કરી, વિભીષણની ગાદી સોંપી, સીતાજીને પરત લાવનાર, શ્રી રામ છું. અયોધ્યા આવતા ઉત્સવ ઉજવાયો, પ્રકાશ પર્વ એવી, દિવાળીનો રામ છું. ધર્મયુદ્ધની લડાઈમાં, પાંચસો વર્ષે ધજા ચડી,  અયોધ્યા મંદિરમાં સ્થપાયેલ બાળ રામ છું. કહે "ચંદ્ર", હું એ જ સમય ને જંબુદ્વીપ પણ હું, દરેક દિલમાં જીવતો સનાતન હું, ન્યાય, અનુશાસન એવું રામરાજ્ય હું, ધર્મની સ્થાપના કરતો કેસરિયો પણ હું,  જન્મથી અંત સુધી હું, આવકાર અને આ...

ચિંતા ન કર વ્હાલી!

 ચિંતા ન કર, વ્હાલી! તું ચિંતા ન કર. મને ખબર, ભણવુ કેટલું જરૂરી! એમાંય તારે કેમેસ્ટ્રીમાં પી.એચ. ડી., મહેનત તારી, લોકોનો જીવ બચાવશે, મને એમાં થોડો આશીર્વાદ પણ મળશે. યાદ છે તને હું બહુ મેસેજ કરતો, તારા જવાબની બહુ રાહ જોતો, તારી અવગણનાથી સમજાયું, મને પણ બહુ ખોટું લાગ્યું, તોય, ચિંતા ન કર વ્હાલી! ચિંતા ન કર. હું ગાંડો એક વાત ન સમજ્યો,  મંજૂરી વિના તને મારી સમજ્યો, સમયે મને શીખવી દીધું, કોઈ નથી કાયમી આપડું, ચિંતા ન કર વ્હાલી! તું ચિંતા ન કર. હું દૂર રહીશ હવેથી, ન કોઈ ફોન, ન મેસેજ. તારા ફોટા તારી જગ્યા પૂરશે, તારી સફળતામાં મારી દુઆ રહેશે. ચિંતા ન કર વ્હાલી! તું ચિંતા ન કર. પ્રેમ પ્રેમ લોકો બહુ કરે, અર્થ ન જાણે કોઈ,  પ્રેમ એટલે "ત્યાગ" છે, "પામવું" તે નથી પ્રેમ. ચિંતા ન કર વ્હાલી! તું ચિંતા ન કર. (ભગ્ન હૃદય મિત્રની ભલામણથી રચાયેલ રચના) લી. ચંદ્રસિંહ.

મને તો રજા જોઈએ

 મને તો રજા જોઈએ,  ભલે હોય તહેવાર કે વહેવાર.  મને તો રજા જોઈએ,  ભલે હોય દિવાળી કે ઈદ.  મને તો રજા જોઈએ,  ભલે હોય મેળો કે ધાર્મિક અનુષ્ઠાન.  મને તો રજા જોઈએ,  હોય કોઈ સ્વજન બીમાર. મને તો બસ રજા જોઈએ, પરિવારનો પ્રેમ પામવા, બાળકોને હૂંફ આપવા, મનુષ્ય જીવન જીવવા. #ચંદ્રસિંહની કલમે

"જિદ્દી દિલ"

દિલ કેવું જિદ્દી છે! દિમાગને પણ દાદ આપે, યોદો ને તાજી કરે, મળવા કોઈને એવું તડપે. દિલ કેવું જિદ્દી છે! નથી મળવાનું છતાંય ઝંખે, પૈસો પૈસો ભેગો ભેગો કરી, બીજા માટે બચાવે.   દિલ કેવું જિદ્દી છે! દુનિયાને સારું દેખાડવા, રોજ નવા અખતરા કરે,  રાતોના ઉજાગરા કરે.  દિલ કેવું જિદ્દી છે!  તારી જીવંત કવિતા જોઈ,  શબ્દોનો પ્રવાહ વહે, "બાપૂ" તને યાદ કરે..   #બાપૂ_ઉવાચ😎

"राम"

 कण कणमें वसियो राम, किन किन स्थान बताऊं! सीताजी का स्वामी कहूं की, तुलसी जी का नाथ, या, कहूं क्रौंच के मुख से, निकल्यो शबद राम! दशरथने जब बाण चलाया, मुख से निकल्यों राम, श्रवण के वे मातपिता का, क्या समजू वही राम? राम नाम से पत्थर तैरे, तैरा भगत चंद्र। मिला जीवन तो रट लो तुम, बस एक ही शबद राम। #बापू_उवाच(६.१९.२४)

પ્રાથના

 યાચકને આપતાં શર્માવવું ના પડે હે હરિ! બસ, માંગુ એટલું. દવાખાને એક પૈસો ભરવો ના પડે, હે હરિ! બસ, માંગુ એટલું. પગાર તો દર મહિને થાય જ છે, હે હરિ! બે પૈસા ધર્મમાં વપરાય, બસ, માંગુ એટલું. સફેદ, કાળો કે ખાખી ક્યારેય જોવો ના પડે, હે હરિ! બસ, માંગુ એટલું. કર્મ કર્યું તે મહિને મળ્યું, "બાપૂ" ભણે, આ મહિનો સચવાય, હે હરિ! બસ, માંગુ એટલું. 🔥🚩 જય સદગુરૂ🚩🔥

"ષષ્ટગુરુ :: સદગુરુ"

છબી
પુંજભા ગુરૂ મહારાજ  હું જન્મ્યો માઁની કોખે, નવ મહિના ઉદર વેઠી. છે તે પ્રથમ ગુરુ, નમું હું વારી વારી! પકડી તેં જે આંગળી, આંખ ખૂલતાં માંહી, છે પિતા બીજા ગુરુ, નમું હું વારી વારી! લખતાં પેન પકડાવી, શીખવ્યો એકડો શાહી, છે શિક્ષક ત્રીજા ગુરુ, નમું હું વારી વારી! યુવાનીમાં પગ મૂક્યો, હાથ ઝાલ્યો વ્યક્તિ અજાણી, છે પત્ની  ચોથા ગુરુ, નમું હું વારી વારી! પરમાત્માની કૃપા દૃષ્ટિથી, થયું બાળક ધાવણું, છે બાળક પંચમ ગુરુ, નમું હું વારી વારી! બસ, થાક્યો હવે, બીજા માટે જીવી, મળ્યાં તમે "સદગુરુ", જે શીખવ્યું "સકળ નિરંજન", ભણે "ચંદ્ર" પુંજભા ગુરુ, "મોક્ષ" એજ સત્ય છે, મિથ્યા જગત, જીવ. #બાપૂ_ઉવાચ(૨૧.૭.૨૦૨૪) @ગુરુપૂર્ણિમાએ ગુરુને વંદન

"દીકરાના જન્મ દિને"

છબી
  પાંચમો જન્મદિન ૧૪.૭.૨૪ ચૌદ જુલાઈ રડ્યાં તમે, આંખ ભરીને હસ્યાં અમે, પત્થર એટલા પૂજ્યા અમે, મુખડું ત્યારે દીઠું અમને. પરમાર કુળની શાન સાટું  માઁ હરસિદ્ધિ કૃપાએ આવ્યા તમે. પિતા ચંદ્રસિંહ હરખાય મને, માતા અમીષા ઓવારણાં લે, દાદા ગાભુસિંહ દોડાદોડી કરે, દાદી ચંદાબા લાપસી ઓળે. બાપા મહેશભા અધીરાઈ કરે, દવાખાને મનુભા સંગ મળવા દોડે. પાંચમા તારાં જનમ દિને, ભવાની પ્રાર્થું, હસતાં રાખે. #બાપૂ_ઉવાચ(૧૩.૭.૨૪) 

"અનરાધાર ચોમાસું"

છબી
  સૂકું ઝાડ પણ થાય લીલું, વ્હાલો વરસે અનરાધાર ચોમાસુ. વાડ, વેલા ને લહેરાતાં તરું, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું. પશુ પંખી ને હરખાય જીવજંતુ, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું. કુદરત સોળે કળાએ ખીલ્યું, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું. નદી નાળામાં જળ છલકાતું, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું શાળા કોલેજ થઈ છે શરૂ, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું. પરીક્ષા ને પ્રણય થયાં છે શરૂ, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું. હરખે ખેડૂત, મજૂરે માથાકૂટ, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું. કાઢ ઉઘાડ તું હે વ્હાલાં, ચાર દિ'થી બસ ખીચડી ખાઉં, ભણે "ચંદ્ર" ભલે તું વરસ, કોઈ ભૂખે, ભીને ના સુવે એટલી કરું અરજ. વ્હાલો વરસે અનરાધાર ચોમાસું. #બાપૂ_ઉવાચ(૧૫.૭.૨૪)

"એકત્રીસમો જન્મદિન"

  યાદ છે, કોલેજમાં બહુ લડતાં આપણ? ને વાતે વાતે તું ખીજાતી! યાદ છે, થઈ'તી શરત લાફો ખાવાની? ભરચક લોબી કૉલેજમાંહી! યાદ છે, યુથ ફેસ્ટમાં તે ભાગ લીધો, મેં પણ ત્વરાએ મોકો ઝડપ્યો. યાદ છે, પ્રેક્ટિસ પછી નવરા બેસતા, એકમેકને બહુય જોતાં! યાદ છે, હું તને એક દિ ના જોતો! ફૂલી ને તું ફુગ્ગો બનતી, યાદ છે, તને જોવા તલપાપડ રહેતો! બળવંતને તારી ભાળ પૂછતો. યાદ છે, શીતલ મે'મે ઊભો કર્યો, ભણાવવા મને ચોપડી આપી! યાદ છે, તે જ મને જુસ્સો આપ્યો, "ચંદ્ર..." "ચંદ્ર..." બૂમ તે પાડી. યાદ છે, છેલ્લે મળ્યાં ધરમના ઘરે, ને તે પહેરેલા પીળાં વસ્ત્ર, યાદ છે, તું ભાખી એટલી જ સુંદર! જાણે હાલ જ થઈ કોલેજ પૂરી. યાદ છે, એજ મસ્તી, એજ હસી, એજ હોઠે તલ. બસ, થોડી થઈ "તું" જાડી! થઈ કૉલેજ યાદ ફરી તાજી. જન્મદિન એકત્રીસમો આજે, નીસરે શબ્દ,  "ચંદ્ર"ના હૃદયે. બહુ સુંદર ઓ "દિવ્યા" તું, રહેજે ખુશ, માઁ ભવાની સપના પૂરા કરે..! # બાપૂ_ઉવાચ(૧૦.૭.૨૪) @ચંદ્રસિંહ પરમાર.

🏞️"મેશ્વોવાળા"🏞️

 ધમનીમાં વહે છે લોહી, એમ કેમ તૂટી જવાના! મેશ્વા વાળા છીએ, એમ થોડા બિવાના? નર(મેશ્વો)નું પાણી પીધું, તાળી પાડી થોડા ઊભા રહેવાના? મેશ્વા વાળા છીએ, એમ થોડા બિવાના? ભોમકા મારી પાવરફુલ, એમ થોડાં થાકી જવાના? મેશ્વા વાળા છીએ, એમ થોડા બિવાના? માતાનું કુલ રણબંકાનું, ને પિતા મૂળે મૂળી. મારું "સરગુડી" જ છે સાગર જેવું, સહુને અંતરમાં સમાવી જવાના. માથે માઁ હરસિદ્ધિનો હાથ, ને ઇષ્ટ માંડવરાયજીનો પ્રતાપ, મેશ્વા વાળા છીએ, એમ થોડા બિવાના? : ચંદ્રસિંહ પરમાર #બાપૂ_ઉવાચ🔥

"અષાઢી બીજ"

 નગરચર્યા નીસર્યા એવા સુભદ્રાના વીર, આવી આજ અષાઢી સુદ બીજ. રથ શણગારો, શેરીઓ સજાવો, ગજરાજ તેડાવો, અખાડા બોલાવો, આવી આજ અષાઢી સુદ બીજ. જાંબુ, કેળાં, અને મગ ફણગાવો, વ્હાલાં કાજે મીઠા માલપુઆ બનાવો, આવી આજ અષાઢી સુદ બીજ. પૂરી નગર પૌરાણિક, નીસરે પ્રભુ નિજ ધામ, અમદાવાદે પ્રભુ આવશે, થઈ સુંદર રથ સવાર. આવી આજ અષાઢી સુદ બીજ. વ્હાલાં! વ્હાલથી પધારજો, યાચે સકળ લોક. જય... જય... જય... જગન્નાથ! લી. ચંદ્રસિંહ પરમાર #બાપૂ_ઉવાચ(૬.૭.૨૪)

"ભાઈ દેજો ભડવીર"

ભાઈ દેજો ભડવીર, હે તાત! ભાઈ દેજો ભડવીર. દુઃખમાં આપે સાથ, હે તાત! ભાઈ દેજો ભડવીર. ભીડ પડે ભાગી ન જાય, હે તાત! ભાઈ દેજો ભડવીર. ચોરી ફેરા સાથે લીધા, હે તાત! ભાઈ દેજો ભડવીર. બેઉં ઘરમાં કિલકારી દીધી, હે તાત! ભાઈ દેજો ભડવીર. નોકરીધંધે પતાકા ફરકી, હે તાત! ભાઈ દેજો ભડવીર. જોરું એની કોરોનાએ લીધી, હે તાત! ભાઈ દેજો ભડવીર. દીકરો મોટો સહિયારો પરણાવ્યો, હે તાત! ભાઈ દેજો ભડવીર. કાલ ચક્રમાં બેઉં ફસાણા, હે તાત! ભાઈ દેજો ભડવીર. દાની માંથી ભિક્ષુ બન્યાં, હે તાત! ભાઈ દેજો ભડવીર. પત્ની મારી કેન્સરે લીધી, હે તાત! ભાઈ દેજો ભડવીર. દીકરી મારી ઉંમરમાં બેઠી, હે તાત! ભાઈ દેજો ભડવીર. દીકરી વળવતાં સહિયારો થશે ખર્ચ, હે તાત! ભાઈ દેજો ભડવીર. ભત્રીજાવહુ, બહુ છે હોંશિયાર, હે તાત! ભાઈ દેજો ભડવીર. કાનભંભેરણી ભાઈને લાગી, હે તાત! ભાઈ દેજો ભડવીર. રોડાંનો ભાઇએ ઘા કર્યો, બાઈકે વાગ્યો, હે તાત! ભાઈ દેજો ભડવીર. ઘર ફૂટે ઘર જાય, મેં જોયું આજ, હે તાત! ભાઈ દેજો ભડવીર. ઘર એક, બે ભાગલાં કીધાં, હે તાત! ભાઈ દેજો ભડવીર. હું દેવાળિયો દળદલ ભટકું, હે તાત! ભાઈ દેજો ભડવીર. સગાં વહાલાંનો શો સહારો? હે તાત! ભાઈ દેજો ભડવીર. સવાર સવારમાં ફોન વાગ્યો...

🌱"યુવાન"🌱

 અધ્યાય એક આથમી ગયો, ને બીજો થયો શરૂ. તન કસાયું, મન ઘસાયું, પરસેવે કર્યું સ્નાન. તોય હું યુવાન છું. બાંધ્યા મનમાં માળો, ને સમાજ સાચવી જાણ્યો, વ્હેવારે પાડ્યો વટ, એવી નોકરી, તને મુબારક. હું યુવાન છું. શીખતો શિક્ષક છું હું, જીવનપર્યંત શીખીશ. નિવૃત્તિ બસ પડાવ છે, સમય સમયની વાત. હજી હું યુવાન છું. શરીર થયું છે ભારે, ને આંખો ટોણો મારે. "ભજ હરી નામ, પ્રકાશ,હવે થા સાવધાન!" હું યુવાન છું. નામ હરિનું ભજતાં, મળ્યો મનેખ અવતાર, તન કસિશ, મન ઘસીશ, ઉતારીશ ભવનું ઋણ. હજુ હું યુવાન છું. શિક્ષણને સમજમાં લાવીશ, સમજે અબાલવૃદ્ધ. મૃત્યુપર્યંત પ્રવૃત્ત રહીશ, સમજી ભવનો બોજ. હજુ તો હું યુવાન છું. #દહેગામ કૉલેજમાંથી નિવૃત્ત થયેલ મિશ્રા સર માટે. લી. ચંદ્રસિંહ જી પરમાર #બાપૂ_ઉવાચ

⛈️"વેરી વરસાદ"🌦️

 "વેરી વરસાદ" તને એમ કે, હું ઓઠું શોધું! છાંટાના ઘા માથે જીંકુ, બસ, વાદળીય થાકી ને પવન. થેલો ખભે, બુટ પગે! દોડું થોડું, બેસું બસે, બસ, વાદળીય થાકી ને પવન. ધ..મ..મ.. કરી તૂટી પડ્યો, વેર જૂનું વાળવા કાજે, બસ, વાદળીય થાકી ને પવન. સુસવાટા તારાં કાન ફાડે, મને રોકવા ઉધામા કરે, બસ, વાદળીય થાકી ને પવન. પલક ઢળી ને તું મળી, યાદો મુલાકાતની જેવી સરી, બસ, વાદળીય થાકી ને પવન. કહે, ચંદ્ર "તું માટી થા!" નવ થાકું હવે, આવી "એ" બસ, વાદળીય થાકી ને પવન. #બાપૂ_ઉવાચ(૩૦.૬.૨૪) @ચંદ્રસિંહ જી પરમાર😎

⛈️અમારી યાદ🌦️

 વરસ્યો નેહનો વરસાદ, આવી તમને અમારી યાદ! અમારી આંખલડી કરી ભીની, એમનાં હૃદયે પણ ફરિયાદ કરી, તમે આવશો, હતો અમને ભરોશો, પળ પળ મારી યાદમાં તડપશો, મન મારું પણ માંકડું, મળવા તમને બન્યું ફાંકડું. પેલી એંઠી ચા, ને બદામ શેક, પેલી એંઠી ફ્રેન્કી, ને ચોળાફળી, બસ, એમાં જ હતો હું ખુશ, તમે મળો, એજ દિલની ખવાઈશ. વરસ્યો નેહનો વરસાદ, આવી તમને અમારી યાદ!

"બિપરજોય આવ્યું" by ચંદ્રસિંહ પરમાર

છબી
કોઈ બચાવે છત તો કોઈ સોલર છત, કોઈ છાપે "આવી ગયું હોં!" કોઈ કહે "વાર". ગામ કહો કે શે'ર, ગભરાટ સહુને ઘેર. ઓહ! આ બિપરજોય આવ્યું! પંદર તારીખે પોરબંદર પહોંચજે, માં હર્ષદ દ્વાર, સોમનાથ જઈ દાદાને મળજે, ચરણ પખાળી આવ. દ્વારકા જઈ કાન્હાને કહેજે, રાખે ધજાની લાજ, ઓહ! આ બિપરજોય આવ્યું! સોળ તારીખે શાંત થાજે, રીઝવે મારો રામ, હવે આવ્યું છો તો, આપી જજે ગુજરાતભર ભર વરસાદ. ઓહ! આ બિપરજોય આવ્યું! ગરમ થયો આ જલધિ હવે, કરી દોહન  માં ધરા અનહદ. ભયાવહ આ તાંડવ તેડાવ્યું,  ઓહ! આ બિપરજોય આવ્યું! મેઘ થશે અમાપ, ક્યાંક પૂર તો ક્યાંક દુકાળ, સાગર છોડશે સીમા, માં ધરા હવે ધ્રુજાય. સ્વાર્થીપણાની હોડમાં, અસ્તિત્વ જોખમાય, ઓહ! આ બિપરજોય આવ્યું! "વ્હાલા!  થાઓ હવે શાંત, હું જીવીશ, તને બચાવિશ,  જીવશું હારોહાર", એમ "બાપૂ" કરે ઉવાચ. //+ બાપૂ_ઉવાચ  નામ: ચંદ્રસિંહ જી પરમાર ગામ: સરગુડી દહેગામ, ગાંધીનગર. ૧૪ જૂન,૨૦૨૩, સમય: ૧૦.૨૦ PM.

માટીમાં રમવું! By ચંદ્રસિંહ

 "માટીમાં રમવું!" જેની કિકિયારીથી ઘર ગાંડું, એનું આર્તનાદ બન્યું દવાખાનું. મને રમતમાં મૂકતો ઈન્જેકશન, ખુદ આજ સપડાયો ઇનફેકશન. બન્યો તાવ અમારો દુશ્મન, વળી, વળી કરતો એને ગરમ. મારો અથર્વ સિંહ, સાચો ભડવીર, રોતો રમતો રંક થઈ, તાવ શરણની લડાઈ. ડહાપણ ડાહ્યો, જ્ઞાન પીપાસુ. રમે રમકડાં, પલંગ માંહી. રટ લગાવી, "માટીમાં રમવું"! પાપા, ઘર જાવું, "માટીમાં રમવું"! જેલ બની ચાર દીવાલો,  નર્સ દોડી બાટલા ચડાવે. રડી પડ્યો હું ટિફિન ખાતાં, પત્ની કહે, "તમે બહુ કાચાં! હું રડું તો અથર્વ રડશે,  પછી આ "સિંહ"ને કોણ સંભાળી શકશે?" લી. ચંદ્રસિંહ જી પરમાર ઉર્ફ: "બાપૂ" સરનામું:  મુકામ: સરગુડી, તાલુકો: દહેગામ, જીલ્લો: ગાંધીનગર. પૂર્વભૂમિકા: પ્રસ્તુત કવિતા મારા દીકરા અથર્વ સિંહને દહેગામની રાધે હોસ્પિટલમાં દાખલ કરતાં એક પિતા તરીકે મારી મનઃસ્થિતિનું વર્ણન કર્યું છે. મારો દીકરો ત્રણ વર્ષનો હોવાથી, સમજણો હોવાથી, છૂટો રમેલો હોવાથી દવાખાનાનો બંધિયાર રૂમ, બાજુમાં અન્ય બાળકોના ખાટલા, એના માટે અસહ્ય રહ્યાં. એને રડતો જોઈ હું પણ મારા આંસુ રોકી ના શક્યો. કહેવાય છેને કે માં જેટ...

"વેચાયેલી વિરાસત" by Chandrasingh

છબી
"વેચાયેલી વિરાસત"  હું રોવું છું,  અનરાધાર રોવું છું. તને મેં અન્ન ખવાડ્યું, તને મેં દૂધ પાયું, તારા મેં અવસર કાઢ્યાં,  તોય મને વેચવા કાઢી? આજ હું એ ધરતી માત, અનરાધાર રોવું છું. ખોળે બેસી ભાથું ખાધું, "માં" કહી મમતા પીધી, માટી ખાઈને મોટો થયો,  તોય મને વેચવા કાઢી? આજ હું એ ધરતી માત, અનરાધાર રોવું છું. ગીરવે મૂકી હોત,  તો આટલું ના લાગત! તને ભીડ પડે, કામ હું પણ આવત! આજ હું એ ધરતી માત, અનરાધાર રોવું છું. "ખાતેદાર" થયી "ખેડૂત" બન્યો! જમીન વેચી "કરોડપતિ" બન્યો! ગાડી, બંગલો તે બનાવ્યો! સમાજમાં કેવો વટ પાડ્યો! ભુંડા! હું તારી ધરતી માત, અનરાધાર રોવું છું. વૈશાખ આવે હું હરખાતી,  હળ, બળદની રાહ હું જોતી, બોલ, હવે નિષ્ઠુર! કેમ મને નોંધારી મૂકી! પાપી! હું તારી ધરતી માત, અનરાધાર રોવું છું. તું હવે ભભકાથી અંજાયો, કાગળ બદલે "માં" દઈ આવ્યો, સંભાળ, દીકરા! સંભાળ રાખજે!  રૂપિયા સાચવી પેઢી તારજે! પાપી પેટ પર લગામ રાખજે! આશિષ સાથે છેલ્લા શબદ, "રામ...! રામ...!" એજ તારી ધરતી માત, અનરાધાર રોવું છું. પ્રેરણા:  અમદાવાદથી ધોળકાના પટ્ટામાં હાલ વિ...

"સમાણી નાઈટ" મધ્ય રાત્રિએ લખાયેલ કાવ્ય. By Chandrasingh

છબી
  જિંદગી જીવે તો જીવી જાણજે દોસ્ત! પીંજરા નું પારેવડું ક્યારે ઊડી જાય! દુનિયા જોવી તો જોઈ લેજે દોસ્ત, અણમોલ આંખો ક્યારે ઓલવાઈ જાય! પ્રેમ કરે તો કરી જાણજે દોસ્ત, પ્રેમઘેલું આક્રંદ ભલું કોણાથી જોઈ શકાય! ખાવું જ હોય તો ખાઈ લેજે દોસ્ત, પછી ચમચીથી રાબ શીદ પી શકાય! મફત મળ્યો છે શ્વાસ, લઈ લેજો દોસ્ત, પછી પેલું વેન્ટિલેટર પણ થાકી જાય! ઊંઘવા મળે એટલું ઊંઘી લેજે દોસ્ત, પછી "પાલખી" પરથી કોણ ઊભું થાય! યાદ આવે "સ્વજન",  મળી લેજે દોસ્ત,  બંધ થયા પછી "શ્વસન",  ક્યાંથી ચાલું થાય? ગતિ, મધ્યરાત્રિ ચડેલા તાવની ગતિ, ને સતત આવતી મારી ઉધરસની ગતિ,  ઊંચે ચડેલા શ્વાસની ગતિ  ને પાસે  પડેલી પાલખીની ગતિ, બાજુ બેઠા બે કાળા કૂતરાની ગતિ, ને આકાશે ચડેલા વાદળની ગતિ, વાદળમાં દેખાતાં તારાની ગતિ, ને ભૂતળે ફરતા મકોડાની ગતિ,  મચ્છરદાની ઘૂમતા મચ્છરોની ગતિ. ને ઘડિયાળના ફરતાં કાંટાની ગતિ, શરદીમાં નાક બંધ થવાની ગતિ, ને પરસેવે રેબઝેબ લખવાની ગતિ, કહે "ચંદ્ર", ઊડી ગઈ છે ઊંઘ,  સરગવાડા સમાણી તણા આ ગામ. "લાગ્યું જાણે ઉઠી નહિ શકું, જો હવે ઉંઘ્યો અહીં!" #બાપૂ _ઉવાચ.

"કાચી કાયા" શોકગીત by Chandrasingh

છબી
આત્માનો શરીર ત્યાગ  રડતો આવ્યો, હસતો જઈશ "હું". યાદ આવીશ! ધ્રાંસ્કો લાગ્યો, છૂટ્યું કાચું શરીર,  "એ" આંખો ચૂવે. (("ગર્ભ સ્થાપનથી મૃત્યુ સુધીનો આત્મા અને શરીરનો લગાવ મૃત્યુ સમયે આંસુ રૂપે વહી છે.")) ખાટલે નાખ્યો, એમ્બ્યુલન્સ માંહી "હું", 'પરોણો' બન્યો. નિરખું દૃશ્ય, સખી('પત્ની') રડે, ને સાખ!('ઘરના મોભી') રડે ચકલું. ('ચારે દિશાઓ ના લોકો/સગા સંબંધી, ગ્રામવાસી'). દાળ ચોખા ને, દમડી. મૂકી માંહી, મુખ. છે બંધ. સજાવ્યો માંહી, પાલખી, ફૂલહાર, અત્તર છાંટ્યું. શ્રીફળ ચાર, દુણી દાણા દાભ ને, ખભે  છું ચાર. વિસામે પગ,  આગળ કર્યા આજ, સ્મશાને "હું". લાકડે ઊંઘ્યો, સાંઠા લઈ આંટા, રે... ચાંપી શું આગ! ભડ... ભડ... રે... ભડથું થયો, છૂટ્યો શરીર મોહ! રે... ચંદ્ર ભણે, "મોહ છોડો માયાનો, કાચી કાયાનો!" વિવરણ:  પ્રસ્તુત કાવ્ય મારા કાકાશ્રી ભૂપતસિંહના દેવગતિ થવાના શોક રૂપે પ્રગટ થયું છું. આ એક હાઈકુ પ્રકારનું કાવ્ય છે. પ્રસ્તુત કાવ્યમાં મૃત્યુ પછી માનવ શરીરનું વિસર્જન કરવામાં આવે છે; આજ સુધી તજે વ્યક્તિ આપણી સાથે આપણા સુખદુઃખના...

"બાફ" by Chandrasingh

 અષાઢી માહ, મેઘ રે ધોધમાર, તૃષ્ટ આ ધરા. ઉઘાડ કાઢ્યો, જનજન ઉમટ્યું, દેડકે નાદ. જળ સૂકાનું, નેવે નીતર્યો તાપ, કાં આવો બાફ? #બાપૂ_ઉવાચ વાસ્તવલક્ષી કાવ્ય 👇👇 "બાળતૃષ્ણા"

"કોઈક તો સમજો"

છબી
કંડકટર: પ્રતીકાત્મક   કોઈક તો સમજો!  સવારે જાગી ને રોડ પર નીકળી પડી છી.  એક ઠેલો, છૂટા, પાણી ની બોટલ અને ટિફિન. રોજ હજારો મુસાફર ને મળી,  દરેકનાં પોતાના મૂડ,  કોઈ કરે શાંત સ્વભાવ વાત,  તો કોઈ કરે માથાકૂટ, બધા ને પોતાના પ્રશ્નો છે અહી થી એમને નજીક પડે ઉતારી દો, અહી થી એમને લઇ લેજો, આ મારી વસ્તુ અર્જન્ટ છે પ્લીઝ લઇ જાવ ને! અરે તમારી વસ્તુમાં મારી નોકરી દાવ પર? કોઈક તો સમજો! ભાડું પણ એવું, 81, 91, 101 જાણે કોઈ નાં લગ્ન નો ચાંદલો! કોઈ ની પાસે 1 રૂપિયો હોતો નથી, અને કાગ ડોળે રાહ જોવે કે માસ્ટર 1 જતો કરે. અરે ભાઈ મારે સાંજે આવા 100 થાય, કોઈક તો સમજો! વરસાદે, બસ માં નલ ની વ્યવસ્થા. બીજે પાણી પડે કે નાં પડે પણ કંડકટરની સીટ, પર અભિષેક તો થાય જ! હસે વાહન છે જતું કરી,  પણ વહીવટ કે નાઈટ માં આજ વાહન માં સુવો, અરે ભાઈ કોઈક તો સમજો! જવાબદારી નું કઈ તો, જવાબદારી તો કલેક્ટર જેવડી, જાણે બસ એક જિલ્લો ને ડ્રાઈવર કંડકટર એના રાજા! ક્યાંક ઊભી રાખો તોય ગુનો, ક્યાંક નો ઊભી રાખો તોય ગુનો, 80 ભર્યા હોય ને તોય કોઈક, ફરિયાદ કરે તો કે તમારે ઊભી રાખી ને નાં પાડવી! અરે ભાઈ , એટલ...

"નદીની રેતમાં" by Chandrasingh

છબી
"ચંદ્ર" નદીની રેતમાં  નામ મારું લખાયું નદીની રેતમાં, પાણી વહી ને ગયું, નદીની રેતમાં. કિનારા કેમ મળશે નદીની રેતમાં, "યાદો" તાજી રહેશે નદીની રેતમાં. "આપણે" અમર રહેશું, નદીની રેતમાં, પ્રવાસ પૂરો થાશે, નદીની રેતમાં. મળીશું ફરી આવતા વર્ષે,  નામ ફરી લખાશે, નદીની રેતમાં. લી. ચંદ્રસિંહ જી. પરમાર  #બાપૂ _ઉવાચ https://youtube.com/c/ChandreshSir91

"નિઃશબ્દ યાદો"

છબી
મારા મિત્ર જીજ્ઞેશ ડાભીસાહેબની ઊડતી મુલાકાતે:: આસ્ટોડિયા ભજીયા હાઉસ::સાત વર્ષ જૂની યાદો..!  નિઃશબ્દ યાદો: સાત વર્ષના સાથી અમે,થયા ભેગા આજ અમદાવાદે; જીગો, આજે ભાસે ઉલ્લાસે, હૃદયે મારું આનંદે નાચે! સાક્ષી થયો આસ્ટોડીયા દરવાજો, જાણે સાક્ષાત કૃષ્ણ સુદામો; ગળે મળ્યાં બેઉં ભાઈ, પૃથ્વી છે ગોળ ફરી વર્તાણી! લાગણીઓ ના સેર છૂટ્યા, બેઉં એકમેકને ગળે મળ્યાં; ભણતાં ત્યારે ગોટા ખાવા, આસ્ટોડિયા  ભજીયા હાઉસે જતાં! પ્રસ્તાવ મારો માન્ય રાખ્યો, ભજીયા લેવા એ જ ગયો; ભજીયા ખાતાં ભજીયા ખૂટે, વાત અમારી કેમ તૂટે! બીજીવાર કે' "મમરી" લાવું, વાત આપડી એમ લંબાવું; કોલેજ કાળ સોનાનો ગણી, વાત એણે આગળ વધારી! ધમો, તડવી, જીગી ને, સંધ્યાની આવે યાદ; એક રહે ઓનલાઇન,  બીજો ઓફલાઈન કરે વાત! હાલતાં હાલતાં શીંગ લેવાય, "એ" યાદો હજી કેમ વિસરાય; મારું "ડબલું" એણે પકડ્યું, "લાવ હું આજ લાભ લઉં"! હાલતાં હાલતાં પગ રોકાય, ચાની ચૂસકી કેમ ભુલાય; વળી, પડીકું નાસ્તાનું લઈ, એકબીજાને ખવડાવાય! "સમય" અમારો પૂરો થયો, વેરી બની એ આવ્યો; બેઉની બસો તૈયાર હતી, છૂટાં પાડવાં હવે એય મથી! સમય ચકેડું ફરી ...

"બાળતૃષ્ણા" (Child Quest) By Chandrasingh

છબી
નાનું અમથું બાળ, પીવા પાણી ટળવળે, પિતા શાંત કરવા, બારીથી બસ દેખાડે! બચકામાંનો બાટલો, ખાલીખમ ખખડે, ને પિતા શાંત કરવા, બારીથી બસ દેખાડે! "ઊહું ઊંહુ" નાદ કાઢી, ગળે હાથ અડાડે, ને પિતા શાંત કરવા, બારીથી બસ દેખાડે! મને થયું, ગરમી લાગે, પવન કાં સતાવે, ને પિતા શાંત કરવા, બારીથી બસ દેખાડે! નિર્દોષ આ બાળ, "અથર્વ" યાદ અપાવે, બાળ તણા શબ્દો, "તૃષ્ણા" જ્ઞાત કરાવે! ઘડીક થંભી, "પાણી પીવું છે આને?" "ચંદ્રે" ખોલી ડબલું, બાટલો ભરી આપે! પાણી જોતાં ગ્લાસમાં, હરખે શું મલકાય એ, "ઘટ...ઘટ..." ગ્લાસ ખાલી, હૃદય મારું હરખાયે! જળ એજ જીવન છે, સમજ વ્હાલા દોસ્ત, ચંદ્રના આ શબ્દો, હવે ગુંજશે સકળ લોક! ભાવાર્થ: પ્રસ્તુત કાવ્ય, સ્વાનુભવ આધારિત છે. ગરીબ મજુરીયા આદિવાસી નું બાળક કોઈ કારણસર રોઈ રહ્યું હતું; મેં એકવાર તો એમને કીધું કે બાળકને સિટીમાં ગરમી લાગતી હશે, રૂમાલથી પવન નાખે. બાળકનું ધીમું રડવું ચાલુ હતું. એના પિતાશ્રી એને શાંત કરવાનો મરણિયો પ્રયાસ કરતા હતા. મને એ બાળક જોઈ મારા દીકરા અથર્વસિંહની યાદ આવી ગઈ. મને આખી વાત સમજાઈ ગઈ. મેં તેમનો બાટલો માંગ્યો ને મારા...

"ઈર્ષ્યા ને આશિષ" by Chandrasingh.

છબી
  મિત્રની ઈર્ષ્યા હું ને તું, હારે કરતાં કામ, તું રહેતો એકલો, મેં લંબાવ્યો હાથ! દોસ્ત જાણી દિલ દીધું, દલડે કર્યો વ્યવહાર! તે વખતે તે "સેટિંગ" પાડ્યું, ના કર્યો મેં વિરોધ! તું તો મારો ભાઈ છે, તો કાં થાઉં હું ઉદાસ! વાત થયી બદલીની, બોલ્યો, કરીએ સેટિંગ! હું રહ્યો ગરીબ, ક્યાંથી લાવું પચાસ હજાર? વરિષ્ઠતામા તું આગળ, તને થયો ઘમંડ! મેં માંગ્યું મને મળી રહેશે, હતો મને વિશ્વાસ! તારે આવ્યું ધંધુકે તો, મારે મળ્યું ધોળકે! હું "ગરીબ" ના જાણું, વહીવટી ક્યાંથી થાય? કહે "ચંદ્ર" એ દોસ્ત, "જે આજ હું જાણું, ન જાણે સકળ લોક! તારા જેવા કંઈક આવ્યાં, રખોપાં કરે માબાપ!" ૧૨.૬.૨૦૨૨ #બાપુ_ઉવાચ ચંદ્રસિંહજી પરમાર, સરગુડી. નોંધ:  નોકરીમાં બદલી થતાં, મિત્ર દ્વારા બદલી કંઈ રીતે થયી એનો પ્રશ્નને હવા આપવાનો પ્રયાસ કરે છે. આજ સુધી મેં ક્યારેય મિત્રના કામમાં માથું માર્યું નથી તો મારા કામમાં જ કેમ? મને આ વાત જાણીને નવાઈ અને દુઃખ થાય છે કે ભણેલા ગણેલા લોકો પણ "સેટિંગ" પડવાના હવાતિયાં મારી રહ્યાં છે. જય હિન્દ.

"છૂટા થવાનો આનંદ કે છોડી જવાનું દુઃખ!" સ્મૃતિ કાવ્ય, by Chandrasingh

છબી
  ભોમ બની આ કર્મભૂમિ, થયી રહ્યો "હું" મૂઢ, સુરેન્દ્રનગર છે ઘેલી નગરી, ઘેલા એનાં લોક! ઘેલું લગાડ્યું ધૂળિયા રસ્તે, પૂછ્યાં દિલના આશ, રાત શિયાળે હૂંફ આપી, ઉનાળે આપી ઠંડ! ભોમ બની આ કર્મભૂમિ, થયી રહ્યો "હું" મૂઢ, દોસ્ત બધા દિલદાર દીઠાં, કોણી કરું હું વાત! સાહેબોએ હાથ ઝાલ્યો, હાથથી છૂટે ના કાંઇ, પિતાજીની પેઢી સમજી, થયી ગયા ત્રણ વર્ષ! ભોમ બની આ કર્મભૂમિ, થયી રહ્યો "હું" મૂઢ, વિજુ, હિરો ને જિતુભા; હાર્દિક, જયું ને વિનુભા! જગત, રામી ને વાઘભા;  બોલો ભગવાનની જય, ધમાલ કરવા ડી.જે. આવ્યા; દેખાડ્યો ખાખી રંગ! ભોમ બની આ કર્મભૂમિ, થયી રહ્યો "હું" મૂઢ, રાણાસાએ રાજનીતિ શીખવી, આપી ખુલ્લો સપોર્ટ! કિશોરસિંહે ઉદારતા દાખવી, "કર્મચારી મારો ભાઈ", આગેવાનોનો છેદ ઉડાડી, દોડાવે નેક વહીવટ! ભોમ બની આ કર્મભૂમિ, થયી રહ્યો "હું" મૂઢ, જાતિવાદનો જમ ભાળ્યો, "તમે કેવાં?"નું રટણ! માનપાન પણ અહીં જ ભાળ્યું, ના કરે કદી "તું", "મોજ" શબ્દની મોજ માણી, માયાળું મનેખ! માયાળું આ મલક મૂકતાં, ઘડી થોભી જા ઓ "ચંદ્ર"! છૂટા થવાનો આનંદ કરું કે...

મોહનથાળ નો ડબ્બો

હંમેશા મુજબ સાન્જે 6:00 વાગ્યે ઓફીસથી નીકળી ઘરે પાછા જવા 6:30 ની ભાયંદર ફાસ્ટ પકડી ઘરે જવા નીકળ્યો. રસ્તા માં મારા મિત્ર પ્રથમનો ફોન આવ્યો કે ફાઉન્ટન પાસે ઊભો રહેજે મને થોડું કામ છે. હું ત્યાં તેની રાહ જોઈ બાજુમાં બનેલા પાર્કીંગની રેલીંગ પર બેઠો હતો. એક 70-75 વર્ષના વૃદ્ધ જેને જાડા કાચના ચશ્મા પહેરેલા હતા અને મેલાં-ઘેલા કપડાં પહેર્યાં હતાં તે મારા પાસે આવી મારા પગ પકડીને બોલ્યા : "સાહેબ બહુ ભુખ લાગી છે એક વડાપાવ ખવડાવશો ? " તે કોઈ ભિખારી હોય તેવુ લાગતું ન હતું કે તેને ભિક્ષા માંગવાની આદત હોય તેમ પણ લાગતું ન હતું.  અચાનક પગ પકડવાથી હું હડબડી ને નીચે ઉતરી ગયો. આ વ્યક્તિ ને જોઈ મને સંકોચ થયો. મેં કહ્યું: "કાકા ભુખ લાગી છે ?" ને પછી ખીસામાં હાથ નાખી 50 ની નોટ કાઢી તેમના હાથમાં મુકી તો તેઓએ તરતજ પાછી આપી કહે: "નહી ભાઇ આટલા બધા નહીં મને ફક્ત વડાપાઉ જેટલાં જ પૈસા આપો". હું જઈ ને બે વડાપાઉં લઇ આવ્યો.  કાકા ત્યાં જ નીચે બેસીને ખાવા લાગ્યા.  મેં પૂછ્યું ,"કાકા ક્યાંથી આવો છો? કયાં જાવું છે ? કોઇ ને શોધવા નીકળ્યા છો કે શું ?"  તેમણે જવાબ આપ્યો: "હું પુ...

🌹પ્રેમનોનો રંગ❤️

છબી
પ્રેમનો આ રંગ કો'કને તો લગાવી દો! જિંદગી મળી છે ગણી, દુઆઓથી! કો'કની દુઆઓને સાકાર તો બનાવી દો. પ્રેમનો આ રંગ કો'કને તો લગાવી દો! "પ્રેમ" હતો પ્રહલાદનો, સુદામે  દીધા તાંદુલ! મીરાં વગડે કાન્હા ગેલી, (બોડાણે)તોલ્યા વાળીએ પ્રભુ! પ્રેમ થકી પ્રથમી બની, પ્રેમે બન્યાં સજીવ! પ્રેમ પાંગળતા "હું" બન્યો,  શાને મુંજાય "તું" મનુષ્ય? સંબંધ એવો બાંધજે,  દુશ્મન કરે ગુરુર!  રંગોની આ અમી ધરા પર, બનજે મેઘધનુષ! : ચંદ્રસિંહ જી પરમાર. "બાપુ_ઉવાચ" 18 માર્ચ,2022 શુક્રવાર, ધુળેટી.

"मन व्यथा" By Chandrasingh

 हुस्न के बाजार में, लगी परियोंकी लाइन, लव नही लस्ट है यह!! बिकता कोई रोटी खाने, रोटी वाले बोटी नोचने, लव नही लस्ट है यह!! शाम ढले सुबह होती, पेट बचाने बदन बेचती, लव नही नर्क है यह!! मेकअप करके, मुंह सजाती, मुंह के बल धंधा चलाती,  लव नही नर्क है यह!! कहत "चंद्र", क्यों पढ़े, आखिर करनी थी चोरी! बच्चे पढ़ाने वाले, बेच रहे क्यों पेपर? क्या मजबूरी रही उनकी, थी सरकारी नोकरी! क्या जरूरत थी उनकी, क्यों बेचा सम्मान! क्यों फाड़ा पेट उनका, पढ़ें जो रातदिन! क्यों तोड़ी आस उनकी, बहाए जो पसीनाखून! शर्म करो ओ, शासन वालों! शर्म करो ओ, प्रशासन! वैश्या सी तो न थी जिंदगी, जो मजबूरीमे  लेटी! तुम भले समाज में पले,  हरपल वो गालियां खाती! जिस्म बैचके खुश करती, पेपर बैचके न हुआ दुखी? पेट न तेरा  इतना मोटा, दिया सबको समान। डर, ओ इंसान की औलाद!  डर, ओ इंसान की औलाद!  महामारी में दुआ है बड़ी, न बड़ा है धन! मन तेरा होगा पवित्र, मिलेगा साथ हरदम। : Chandrasingh G. Parmar,    "ચંદ્ર"  #બાપુ_ઉવાચ निष्कर्ष: गुजरात में 2014 से जिस तरह स्पर्धात्मक परीक्षाओं के पेपर फुट र...

માં ની ગાથા By Chandrasingh

છબી
 દીકરો મારો, દૂર ના મોકલું ભલે ખીજે હર! ભણવા કાજ, ભવ બગાડું ખર્ચું લોહીનું ટીપું! રોટલો રળતો, થયો દીકરો ખર્ચે પૈસા શા પાણી! મહિનો એક શું, રહ્યો ઘરે અછત પૈસાની આણી! નીકળ્યો જવા સુરેન્દ્રનગર ભૂલ્યો કે'વાનું પૈસાની ખપત! "લઈ ગ્યો હોત પૈસા અગર પડે જરૂર પૈસાની વખત!" માં ના સ્મરણે બાપુ ઉવાચ, "માં નું સ્થાન મહાદેવથી ઊંચું, યાચું પ્રેમભક્તિનું વ્હાલ!." મારા માતૃશ્રી ચંદાબા અને પૌત્ર અથર્વ સિંહ માતપિતા ભાવાર્થ:  પ્રસ્તુત કાવ્ય મારા માતૃશ્રી ના વ્હાલને તાજુ કરે છું. હું અભ્યાસાર્થે સળંગ 1 મહિનો નોકરીમાં ગેરહાજર રહેતાં; બચાવેલી પુંજી પૂર્ણ થવાના આરે આવતાં, એકવાર માતૃશ્રીને ભૂલથી કહેવાઈ ગયું કે હવે પૈસા ખૂટ્યા છે. હું ફરી મારી નોકરીના સ્થળ સુરેન્દ્રનગર જતો હોઈ, ચિંતામાં મગ્ન માતૃશ્રીનો ફોન આવતા સૌપ્રથમ શબ્દ, "ઉતાવળમાં તું પૈસા લેવાનું કેમ ભૂલી ગયો? તારી પાસે કેટલા પૈસા છે? મારી પાસે લઈ જવાતાં ને!" હતાં.  "દીકરો કે દીકરી ભલે લાખો રૂપિયાના ધણી કેમ ના હોય એની માતાએ સાડલા ના છેડેથી છોડેલ 1 રૂપિયો પણ એના લાખો રૂપિયાથી વિશેષ હોય છે." આભાર. જય હિન્દ.

"બાપુની વ્હાલી દીકરી" By Chandrasingh.

છબી
 લક્ષ્મી પધારી, ભાંગ્યું વાંઝિયાપણું, બાપ મુંઝાય. "દીકરો દીધો...! ખભો બનતો મારો, કાપડું છે ક્યાં?" પેટે બાંધી, પાટો; કર્યું વૈતરું, થયી જુવાન. લાગી નોકરી, નર્સની, ઘર દૂર! ચિંતા માબાપ. દીવા ટાણે, આવી કરી નોકરી, માબાપ રાજી. હાથ આપતા, જમાઈને રડ્યા એ, અનરાધાર. દીકરી આપી, ઘસી પગના તળ, માબાપ દ્રવે. "હતાં એકલા, ને એકલા જ રહ્યા, ક્યાં છે ન્યાય?? (ભાવાર્થ:  પ્રસ્તુત કાવ્ય "હાઈકુ" પ્રકારે લખવામાં આવ્યું છે. દીકરીના જન્મને  હેત સાથે વધાવતા, માતાપિતાને વૃદ્ધાવસ્થામાં એકલા ન છોડવા દરેક દીકરીની ફરજ છે.) લી. ચંદ્રસિંહ પરમાર "બાપુ"     (Sargudi)

"વંદન" by Chandrasingh

છબી
પહેલા વંદન માતપિતાને, બીજે મારા પૂર્વજો! દિવાળી જેણે દેખાડી, એવા સૌભાગ્યને વંદન. ત્રીજે વંદન વીર શહીદ ને, ચોથે શહીદ પરિવાર! દિવાળી જેણે દેખાડી, એવા સૌભાગ્યને વંદન. પાંચમે વંદન ગુજરાત એસ.ટી., છઠે વ્હાલા કર્મચારી! દિવાળી જેણે દેખાડી, એવા સૌભાગ્યને વંદન. સાતમે વંદન પોલીસ પ્રશાસનને, આઠમે સજ્જન લોકો! દિવાળી જેણે દેખાડી, એવા સૌભાગ્યને વંદન. નવમે વંદન કોરોના લડાકુ, દશમે દાક્તર લોકો! દિવાળી જેણે દેખાડી, એવા સૌભાગ્યને વંદન. અગિયારમે વંદન સફાઈ કર્મયોગી, બારમે વ્હાલા ગુરુજનો! દિવાળી જેણે દેખાડી, એવા સૌભાગ્યને વંદન. ભણે "ચંદ્ર" આ ભોમકા ભાળી,  ત્રિપુરારી એવા મહાદેવને વંદન.

"દોડવું છે..." By Chandrasingh

છબી
  "Run until the last Breath"( છેલ્લા શ્વાસ સુધી લડત) My Running Path(Track)(અનંત રસ્તો) પ્રેરણાત્મક કવિતા  આજે તો બસ, દોડવું છે... વૃદ્ધત્વ સુધી દોડવું ના પડે, એટલે દોડવું છે... સમાજમાં સમ્માન મેળવવા, આજે દોડવું છે... ગોરી, રૂપાળી કન્યા કાજે, આજે દોડવું છે... નિત્ય દવાના ખર્ચ બચાવવા, આજે દોડવું છે... શરીર મારું સુડોળ બનાવવા, આજે દોડવું છે... દોડવીરો માં નામ નોંધાવા, આજે દોડવું છે...  પોલીસની પરીક્ષા સાટું, હવે દોડવું છે... By Chandrasingh ("બાપુ")

ઝવેરચંદ મેઘાણીને સ્મરણાંજલિ by Chandrasingh

છબી
  ઝવેરચંદ મેઘાણી મેઘાણી, ચોટીલાની ધરા પર, અવતર્યો મેઘાણી! માં ધોળીબાઈની કુખ, દીપાવે મેઘાણી! પત્નીના મહેણાંથી હાલરડું‌‌, રચે‌ મેઘાણી! કસુંબલ શૌર્ય દેશદાઝ, રેલાવે મેઘાણી! આવજે, હાકલ કરુ "હું", હાવજ(મેઘાણી) આવજે! સવાસોમા જન્મ દિ'એ આવજે! નાતજાતના ભ્રમ તું ભાંગજે! ચરતી નારીને, ચારણકન્યા બનાવજે! રાજનીતિના ખેલ, તું હવે ઉખાડજે! ભડ નો દીકરો, અંગ્રેજોને બાથ ભીડી, તું ભડનો ‌દિકરો! આઝાદીની આગ લગાડી, ભડનો ‌દિકરો! લોકગીતોની લત લગાડી, ભડનો ‌દિકરો! "છેલ્લો કટોરો" ગીત બનાવ્યું, ભડનો ‌દિકરો! "શિવાજીનું હાલરડું" ગાયું, ભડનો દીકરો! "સૌરાષ્ટ્રની રસધાર" વહાવી, ભડનો દીકરો સ્તુતિ કરું, "ચંદ્ર"ને આશિષ આપો, સ્તુતિ કરું! "ચંદ્ર" ને એ જ્ઞાન આપો, સ્તુતિ કરું! "ઝવેરચંદ" શા શબ્દ ભણાવો, સ્તુતિ કરું! કેસરિયાળા ગીત ગવડાવો, સ્તુતિ કરું! શબ્દ મારા વાણ બનાવો, સ્તુતિ કરું! શ્રધ્ધા નું થઈ પોત પ્રકાશો, સ્તુતિ કરું! "ચંદ્ર"ને તમ શિષ્ય બનાવો, સ્તુતિ કરું! સારાંશ: ઉપરોક્ત કવિતા શ્રી ઝવેરચંદ મેઘાણી ને સમર્પિત છે. ઝવેરચંદ ની દરેક રચનાઓ એક ઝવેરીના ...

"ભારત ભોમ" By Chandrasingh

છબી
  અફઘાનમાં તિમિર તમરાની, તાજપોશી કાં? તિમિર્યુગમાં, તફડાયુ હવે ‌તે, આઝાદી છે ‌ક્યાં? બંદૂક તાણી, ઇસ્લામ વિજય કાં, ઇસ્લામ અંત? ભારત ભોમ, ધર્મોનેક, બંધુત્વ,  છે વિશ્વરૂપ. કહે "ચંદ્ર" હે, ભારતી! શીશ આપી, ચૂકવું ઋણ.   (85 અક્ષરનું કાવ્ય) ભાવાર્થ:  પ્રસ્તુત કવિતા જાપાની કાવ્ય પ્રકાર "હાઈકુ"માં લખવામાં આવી છે. જેનું બંધારણ 5-7-5 અક્ષર છે. 15 ઓગસ્ટ 2021ની મધ્ય રાત્રિએ જ્યારે ભારત આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવવતો હતો ત્યારે આપડા પાડોશી દેશ અફઘાનિસ્તાનનો રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રપતિ ભવન પરથી ઉતરતો હતો. આઝાદ દેશના રાષ્ટ્રપતિ પોતાનો જીવ બચાવી ગુપ્ત સ્થાને ભાગી ગયા હતા. અહી હું તાલિબાનની વાત કરી રહ્યો છું. તાલિબાને રાતોરાત કાબુલ પર કબજો જમાવી પોતાના તાલિબાની સહસ્થાપક મૌલાના અબ્દુલ ઘની ને રાષ્ટ્રપતિ ઘોષિત કરી દીધા. દુનિયા માનવજાતના હાલ કોરોના સામે લડી રહી છે જ્યારે અફઘાન પ્રજા પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે; કોણ જાણે કઈ ગોળી ક્યારે, પોતાને કાળનો કોળિયો બનાવી દે! 15 ઓગસ્ટની મધ્યરાત્રિએ કાબુલ એરપોર્ટના દ્ર્શ્યો હૃદય હચમચાવી મૂકી તેવા છે. દુનિયામાં ભારત એવો દેશ છે જ્યાં ઉપરની પરિસ્થિતિ હવે ...

"ત્રણ દશક" : મારો જીવન વૃતાંત By Chandrasingh

છબી
  સંવત બેહજાર અડતાલીસ, શ્રાવણી શુક્લ પક્ષ બીજ! સને ઓગણીસો એકાનું, તારીખ ઑગસ્ટ અગિયાર. રાઠોડ કુળ "ફૂલસિંહ"ના દીકરી, અવતર્યો "ચંદાબા" કોખ. ભાસે દુબળો  વાને ગોરો, પિતા "ગાભૂસિંહ"ના ઘેર! બીજા ક્રમનું બાળ જાણી, હરખાય દાદા "વજેસિંહ". પિતાને મન' "રવીન્દ્ર" કહેશું, માતાને મન બાળ "બાબુ"! શશી સરીખું મુખ દીઠું, દાદા કહે "ચંદ્રસિંહ" શાળા પહેલી "સરગુડી" દીઠી, ભણી ચોપડી સાત! લિહોડામાં લે'ર  કરતાં,  થયો પ્રથમ નંબરે પાસ. વિનયન માં સ્નાતક કીધુ, અનુસ્નાતકે અમદાવાદ! પચીસ વરસે "માસ્તર" બન્યો, રોયલ સ્કૂલની માંહ્ય. મહાદેવની દ્રષ્ટિ ફળી, મળી મુજને પ્રેમાળ "અમી"! કિસ્મતે "કંડકટર" બની, ફરું સકળ વિરાટનગર. ત્રીસમા વર્ષે "અથર્વ" આવ્યો, જાગી જીવનની આશ! જન સેવાનું બીડું ઝડપ્યું, જન જન લેતો જ્ઞાન, "બાપૂ" નવું નામ દીધું, કરું ધોળકા તને પ્રણામ. વ્હાલા મારા વાચકોને, વ્હાલથી કરું પ્રણામ.      - ચંદ્રસિંહ જી પરમાર      ગામ : સરગુડી      તા: દહેગામ,. ગાંધીનગર

"રાખમાં રમતા તેતર..." By chandrasingh

છબી
  પ્રતીકાત્મક ચિત્ર: તેતર રાખમાં રમતા તેતર..., મને જોઈ ઊડી ગયા,  તૂટ્યું દલડું અરર કરી, ક્રીડા એમની ભંગ થતાં! હતો સઘળો પરીવાર એમનો, ભર બપોરે થાક ખાતાં તડકાના એ તાપ માહી, પીંછા ભરી રાખનાં! મહાદેવનું ઘર અનેરું, જાણે રમે ગોદીમાં પ્રભુ કેરો રંગ લાગ્યો, કોઇ નથી સ્વાર્થમાં! સ્વર્ગ તો, કોણે જોયું છે? "રાખ" મારી "સ્વર્ગ" બનતા ભગવો ભેખ જેણે ધર્યો છે, પામ્યા હરને હૃદયમાં! તેતર એ તાગ લીધો, કોઈ નથી રાખમાં લેટી લઉં આજ મન ભરીને, મોત આવે પળમાં! જન્મ્યો એનું મરણ નિશ્ચિત છે, કેમ જીવે ડરમાં યોની યોની ભટકી  આવ્યો, સાન આવ્યું મનુષ્યમાં! કહે "ચંદ્ર" જીવી લે આજ, કાળ બેઠો લાગમાં લાવ્યા શું તે લઈને જાશું, વંચાશે નામ ઈતિહાસમાં! ભાવાર્થ: પ્રસ્તુત કવિતા જીવનના દુઃખોથી હતાશ થયેલા, મનુષ્ય અવતારને તુચ્છ માની, આ અમૂલ્ય દેહમાંથી જીવ તત્વને દૂર કરવાનું વિચારતા મૂર્ખ લોકોને સંબોધીને લખાયેલ છે.  ચોમાસાની લીલોતરી ને નયનોમાં ભરી લેવા ભર બપોરે  હું જંગલમાં આંટો મારવા નીકળેલો, રસ્તા સ્મશાન પડે. જેવો હું બાજુમાંથી નીકળ્યો; રાખના ઢગલામાંથી ચાર તેતર ઉડ્યા. મને કુતૂહલ જાગતાં થોડો છેટો જઈ તેતર આવવાન...

આંબેડકરની આંગળી

છબી
  જોઈ તમારું પૂતળું, આવ્યો એક વિચાર, શું થાકતાં નથી તમે? દિશા કરતા નિર્દેશ! જ્યાં નજર મારી ઠરે, દીઠા એક જ "તું" આંગળી લાંબી કરતા, દિશા કરતા નિર્દેશ! બંધારણ તો બનાવ્યું, બની દેશના આગેવાન કાયદાના આ કાગળમાં, બન્યા કો'ક હેવાન કાયદાની એ આડમાં, કરતા ગુના અનેક છટક બારી થી બચી જતા, બન્યા કો'ક હેવાન સમાનતા ને બંધુત્વ, સ્વતંત્રતા ને સમ્માન, મળ્યા મને ખેરાતમાં, ન ભોગવી શક્યો "હું" (ભારતીય નાગરિક) અનામતના રાફડા હેઠળ ઘણું ઘવાયો "હું" (ભારતીય શાસન વ્યવસ્થા) આઝાદીના પાવન પર્વને, ન ભાખી શક્યો "હું" (ભારતીય નાગરિક) જાતપાતના રાજકારણથી  રહેજે ઘણો દૂર, ભણે "ચંદ્ર" ભારતીયને,  વિવિધતામાં એકતા કાજે રહેજે અખંડ ઓ શુર. - ચંદ્રસિંહજી પરમાર -"સરગુડી" સમજૂતી : આ કવિતા કોઈની જાતિગત લાગણીને ઠેસ પહોંચાડતી નથી. સાણંદ શહેરની વચ્ચે આવેલા ભારતરત્ન વિજેતા કાયદાશાસ્ત્રી બાબા સાહેબ આંબેડકરના પૂતળાને સંબોધીને લખાયેલ કવિતા છે. બાબાસાહેબ ના આદર્શો નો આજની તારીખમાં દુરુપયોગ થયી રહ્યો છે જેમાં પ્રથમ, અનામત પ્રથા છે; જેના કારણે શ્રેષ્ઠ યુવાધન ભારતની સેવા કરી શકતુ...

હાઈકુ: ફરતાં રહેજો

છબી
     આત્મા ઉદ્ધાર,  ફરતો રહીશ "હું",      નસીબ ફરે ..                                      👍🏻 હાઈકુ કવિ:" ચંદ્ર" _

વ્હાલા પિતાશ્રી

છબી
  બાપુજીના વ્હાલની શું વાત કરું? ઘડીયે પડીએ ફોન કરી કે' "હું" શું કરું? "ખાધું ભૈ!" આ શબ્દો એમના અમર! સાંભળી દિલ રહે બેફિકર. જન્મ્યો તે દિ' "હું" બીમાર! ફરે નિશદિન ગોતવા દાક્તર. દવાનો પૈસોય નથી ઘર! વેચી દાગીના દોડે રાતભર. કારખાને કાનીયો(રૂપિયા) લાવવા! બન્યા તે મજૂર. મહેનત કરી માસ્ટર કરાવ્યું! "દીકરા બનજે તું અફસર." બાપુજીના કોડ પૂરવા, બન્યો "હું" કંડકટર. - ચંદ્રસિંહજી પરમાર, "બાબુ"

માફ કરજો! By Chandrasingh

છબી
  થયી હોય અમથી ભૂલ, માફ કરજો! દુઃખાવ્યું હોય દિલ, માફ કરજો! ના ચૂકવી શક્યો ઋણ તારા ધાવણનુ, ના લઈ શક્યો કાંધ, માફ કરજો! વેચી નાખ્યું આયખું ઓ માબાપ,  ના વહેચી શક્યો વ્હાલ,‌ માફ કરજો! હાથ પકડી લાવ્યો'તો, તને મારી જાન, સાથ છોડી એકલો નીકળ્યો, માફ કરજો! ન પાળી શક્યો વેણ લગ્ન વેદીનુ, રડાવી ગયો નાનું બાળ, માફ કરજો! હવે રહીશ સદાય "ગેરહાજર", "નોકરી નહિ આવી શકું", માફ કરજો! સ્નેહી સૌ સુખી રહો, ના કરો કાનાફૂસ, ભેગુ કર્યું ભાગે ન લાગે, માફ કરજો! જોયાં'તા સપના અનેક સાથ રહેવાનાં,  રહે ના "સ્વાસ" ઓ "ચંદ્ર", માફ કરજો! - ચંદ્રસિંહ જી પરમાર #બાપૂ_ઉવાચ

હાઈકુ : "કોરોના પર રાજનીતિ". By Chandrasingh

છબી
  1.) કોરોના રોગ, લાગ ગોતે દાક્તર! ને ખીચા ખાલી. 2.) વાયદા કરે, જાહેર દવાખાનું! રામનામે "હું". ચંદ્રસિંહજી પરમાર " બાબુ"

પુલવામા પ્રતિવાર

છબી
 શું રંગીન એ પ્રેમ હતો, સરહદ પર વીર જવાનોનો! પ્રેમ ખાતર દેહ છોડ્યો, શું વાંક હતો પરિવારોનો? માતપિતાને નોધારા મૂક્યા, બાળોતિયા સંગ બાળ! કલ્પાંત કરતી નાર બોલી, "તૈયાર છે આ, બીજો વીર પુરુષ!" વેલેન્ટાઇન નો વ્હાલો દિવસ, યુવાન હૈયે પ્રીત! જમ્મુથી ઉપાડ્યો કાફલો, જવા શ્રીનગર. પચીસો જવાનો બેઠા, અઠોત્તેર વાહન માંહ્ય! કોણે જાણે ક્યારે પહોંચશુ, જમ્મુ રહ્યું વાહ્ય.  કાળમુખા એ જૈશે મોહમ્મદ, રચ્યું કાળ કપટ!  સવા ત્રણના સાંજ ટાણે, ઠોકી બારુદ કાર. સી.આર.પી.એફ.ના ચાલીસ જવાને, લીધા છેલ્લા શ્વાસ! કલ્પાંત કરતી ભારતમાતા, લીધો અડગ પ્રણ. બાર દિવસમાં દુનિયાએ જોયું, ભારતનું રૌદ્ર સ્વરૂપ! બાલાકોટમા બાર મિરાજ, પહોંચ્યા દસ સુખોઈ. મોતના એ તાંડવ માંહી, મર્યા શત્રુ ચારસો! છવ્વીસનો એ દિ ન દીઠો, દગે દેખાડ્યું પરચમ. કહું છુ‌ સાંભળ કાન ખોલી, "ભારત નથી આ બાસઠનુ,‌ સાંભળી લે ઓ ચીન! ભારત નથી આ ઇકોતરનું, સંભાળ બેટા પાકિસ્તાન! વાર ન કરવો સંસ્કૃતિ છે, તો પલટવારની નીતિ! જેવા સાથે તેવા થવા, હું છું  'આત્મ નિર્ભર"! 🙏જય હિન્દ🙏   💐પુલવામા એટેક માં વીરગતિ પામેલા 40 જવાનોનો મારા શબ્દો થકી શ્રધાંજલિ💐💐 ...

"હમણાં મળીએ"

છબી
માસ્તર મિત્રના મેરેજ કીધા, સોમવારનો એ દિ રે... આવ્યો એકાંતનો ફોન, પૂછવા આમંત્રણ આવ્યું કે? મારે એને મનભેદ થયા, નથી તેડાવ્યા અમને રે... તને તેડાવ્યો, જઈ આવજે પૂછજે અંતરના હાલ રે. વાત વાતમાં વાતે ચડ્યાં, યાદોના છૂટયા દોર રે... યાદ છે તને, તું, હું ને જીગો બેસતાં લાઇબ્રેરી ની બા'ર રે... એક દિ ખાતાં ભાથું , બીજે દિ સેન્ડવિચ રે. યાદ છે તને, બહુ ફર્યા બાઇક પર , અમદા'દની પોળ રે... લેવડાવ્યો મને માઇક્રોમેક્સ, પેલવે'લો એન્ડ્રોઇડ રે. યાદ છે તને, હું બહુ શરમાતો જોઈ સંધ્યાને શૈલ રે... તું જઈ પહોંચતો વાતો કરવા, અમે બાળતા જીવ રે. ભાંગ્યું એ ભૂત ભ્રમનું, પરીક્ષાના છેલ્લા દિ એ... જાવા દે એ જૂની વાતો મળવું છે બસ આજ રે. કીધું મને લેવા આવું, ઉતરી જા ઇસ્કોન રે... ફોન કરીને રાહ જોતો, રખે આવે જગન્નાથ રે... "હમણાં આવશે!" લઈને બાઇક કે કાર ? જોતાં લાગ્યું ગળે મળું, જાણે કૃષ્ણ_સુદામો રે... કાળમુખો આ કોરોના, છીનવી સંસ્કૃતિની રીત રે. મળ્યાં બંને બહુકો, ઉમળકે પૂછી વાત રે... "ચાલ કરીએ નાસ્તો" સમય નથી હાથ રે.  તિથિ મહાસુદ બીજ, ને સંવત વીસ સિત્તોતેર...   કહે ચંદ્ર, "મિત્ર બનો તો સ...

"મન થાય છે"

છબી
  તારા  નયનોનાં નગરમાં  ભટકવાનું મન થાય છે,   તારી હાસ્યની છોળોમાં  જીવવાનું મન થાય છે.    લટકતી એ લટો મા  હિંચવાનું મન થાય છે, મીઠા શબ્દોના એ ઝરણામાં  તરવાનું મન થાય છે,    તારા રેશમ શા ગાલ પર  લપસવાનું મન થાય છે,  તારા નાજુકલા લલાટ પર  ચુંબનનું  મન થાય છે,   વાંકડિયા વાળના એ વનમાં,  સંતાવા નું મન થાય છે,  નાગણ શી ચાલ મા  ચાલવાનું મન થાય છે. તારાં ગુસ્સાની એ ગરમીમાં પિગળવાનું મન થાય છે, તારાં સ્નેહની એ શિતળતામાં, ભીંજાવાનું મન થાય છે. કહે છે ' ચાંદ ' એના ઘડનારને એના ' ઘડતર'  ની સાથ આખું "ઘડપણ" જોવાનું મન થાય છે.   - ચંદ્રસિંહ જી. પરમાર "સરગુડી", દહેગામ(ગાંધીનગર)

સમય

છબી
  શિયાળામાં પડ્યો વરસાદ માવઠું કહેવાયો, બિનજરૂરી પાણી ઠરતા કાદવ કહેવાયો, સાહેબ, આ તો છે કિમત સમયની,  વિરુદ્ધ જતા "હું" વખોડાઈ ગયો... (નોંધ : "હું" એટલે અહંકાર. ) @ ચંદ્રસિંહ જી પરમાર

મારી આંતરડી ("ખેડૂત")

છબી
           (ધરતી પૂત્ર)    છસો આપી કલાકના, ખેતર મેં ખેડાવ્યું;(૨) પંદરસોની થેલી એવું સારું બિયારણ લાવ્યો. બારસો લેખે ખાતર લીધું(પ્રતિ થેલી), આવી  સો ની દવા;(૧ નંગ) પેરવાના એ પૈસા બચાવવા, પુંખ્યા છૂટા ઘઉં. પોષ  માસની પાછલી રાતે, વાળુ એકલો પાણ(પાણી); ગાત્ર થીજાવતી ઠંડી સામે એકલો લડુ જંગ. ડૂંડા જોઈ હરખાયો, તો ઉધઈ જોઈ અકળાયો; મૂડી મારી ખર્ચી ને, હું ઘણીવાર પછતાયો. લણણી ટાણે દાડિયા કીધા, એકલે પાર ના આવ્યો; દાડી દીધી દોડસો રૂપિયા(પ્રતિ વ્યક્તિ), દસ બોલાવ્યા દસ દિન. થ્રેશરના તે હજાર કીધા, કલાકે ચૂકવો "ચાંદ"; સપના કાજે સાહસ કીધા, લીધા વ્યાજે દામ. કૃપા થયી કરુણાનિધિ, લીધો મબલખ પાક; ધાન કેરો ઢગલા જોઈ, બેઠા હેઠા પ્રાણ. દીકરી બોલી, " દેવું દઇ દો!", દીકરે ઝાઝી અભિલાષ; પત્ની કે, "કરિયાવર લઈ દો", મનમાં કરું અભિમાન. બીજા દિ મંડી એ ચાલ્યો, શહેરની પકડી વાટ; બજારમાં મૂકી ધાન, મોલની જોવું રાહ. કણબીનો દીકરો કાળજું વેચે, શેઠિયાને નહિ ભાન; પંદર રૂપિયે કિલો દીધા, મોલે થયો બેઈમાન. મફતના ભાવે મોલ કીધા, બજારે લૂંટી લાજ; ખરચ કરતાં કરજ વધ્યું, કોણે કરું ફરિયાદ. શું ...