"નિઃશબ્દ યાદો"
![]() |
| મારા મિત્ર જીજ્ઞેશ ડાભીસાહેબની ઊડતી મુલાકાતે:: આસ્ટોડિયા ભજીયા હાઉસ::સાત વર્ષ જૂની યાદો..! |
નિઃશબ્દ યાદો:
સાત વર્ષના સાથી અમે,થયા ભેગા આજ અમદાવાદે;
જીગો, આજે ભાસે ઉલ્લાસે, હૃદયે મારું આનંદે નાચે!
સાક્ષી થયો આસ્ટોડીયા દરવાજો, જાણે સાક્ષાત કૃષ્ણ સુદામો;
ગળે મળ્યાં બેઉં ભાઈ, પૃથ્વી છે ગોળ ફરી વર્તાણી!
લાગણીઓ ના સેર છૂટ્યા, બેઉં એકમેકને ગળે મળ્યાં;
ભણતાં ત્યારે ગોટા ખાવા, આસ્ટોડિયા ભજીયા હાઉસે જતાં!
પ્રસ્તાવ મારો માન્ય રાખ્યો, ભજીયા લેવા એ જ ગયો;
ભજીયા ખાતાં ભજીયા ખૂટે, વાત અમારી કેમ તૂટે!
બીજીવાર કે' "મમરી" લાવું, વાત આપડી એમ લંબાવું;
કોલેજ કાળ સોનાનો ગણી, વાત એણે આગળ વધારી!
ધમો, તડવી, જીગી ને, સંધ્યાની આવે યાદ;
એક રહે ઓનલાઇન, બીજો ઓફલાઈન કરે વાત!
હાલતાં હાલતાં શીંગ લેવાય, "એ" યાદો હજી કેમ વિસરાય;
મારું "ડબલું" એણે પકડ્યું, "લાવ હું આજ લાભ લઉં"!
હાલતાં હાલતાં પગ રોકાય, ચાની ચૂસકી કેમ ભુલાય;
વળી, પડીકું નાસ્તાનું લઈ, એકબીજાને ખવડાવાય!
"સમય" અમારો પૂરો થયો, વેરી બની એ આવ્યો;
બેઉની બસો તૈયાર હતી, છૂટાં પાડવાં હવે એય મથી!
સમય ચકેડું ફરી ફર્યું, "અમે" માંથી "હું" ને "તું" થયું,
એ ખોવાયો ખાત્રજ ભણી, ને હું સરક્યો સરગુડી ભણી!
કહે "ચંદ્ર" આ મિલન જોઈ,
"દોસ્ત, દે તો આવો દેજે,
"શૂન્ય" બની "શૂન્ય" ને મળે!
નોંધ: આ કાવ્યનું શીર્ષક મારા મિત્ર જિગુભા દ્વારા અપાયેલ છે. અહીં લખાયેલ "ડબલું" વિશે વધુ જાણવા નીચેની લીંક ખોલો:
👇👇
લી. ચંદ્રસિંહ જી પરમાર
#બાપૂ_ઉવાચ

ટિપ્પણીઓ