પોસ્ટ્સ

જુલાઈ, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

"ષષ્ટગુરુ :: સદગુરુ"

છબી
પુંજભા ગુરૂ મહારાજ  હું જન્મ્યો માઁની કોખે, નવ મહિના ઉદર વેઠી. છે તે પ્રથમ ગુરુ, નમું હું વારી વારી! પકડી તેં જે આંગળી, આંખ ખૂલતાં માંહી, છે પિતા બીજા ગુરુ, નમું હું વારી વારી! લખતાં પેન પકડાવી, શીખવ્યો એકડો શાહી, છે શિક્ષક ત્રીજા ગુરુ, નમું હું વારી વારી! યુવાનીમાં પગ મૂક્યો, હાથ ઝાલ્યો વ્યક્તિ અજાણી, છે પત્ની  ચોથા ગુરુ, નમું હું વારી વારી! પરમાત્માની કૃપા દૃષ્ટિથી, થયું બાળક ધાવણું, છે બાળક પંચમ ગુરુ, નમું હું વારી વારી! બસ, થાક્યો હવે, બીજા માટે જીવી, મળ્યાં તમે "સદગુરુ", જે શીખવ્યું "સકળ નિરંજન", ભણે "ચંદ્ર" પુંજભા ગુરુ, "મોક્ષ" એજ સત્ય છે, મિથ્યા જગત, જીવ. #બાપૂ_ઉવાચ(૨૧.૭.૨૦૨૪) @ગુરુપૂર્ણિમાએ ગુરુને વંદન

"દીકરાના જન્મ દિને"

છબી
  પાંચમો જન્મદિન ૧૪.૭.૨૪ ચૌદ જુલાઈ રડ્યાં તમે, આંખ ભરીને હસ્યાં અમે, પત્થર એટલા પૂજ્યા અમે, મુખડું ત્યારે દીઠું અમને. પરમાર કુળની શાન સાટું  માઁ હરસિદ્ધિ કૃપાએ આવ્યા તમે. પિતા ચંદ્રસિંહ હરખાય મને, માતા અમીષા ઓવારણાં લે, દાદા ગાભુસિંહ દોડાદોડી કરે, દાદી ચંદાબા લાપસી ઓળે. બાપા મહેશભા અધીરાઈ કરે, દવાખાને મનુભા સંગ મળવા દોડે. પાંચમા તારાં જનમ દિને, ભવાની પ્રાર્થું, હસતાં રાખે. #બાપૂ_ઉવાચ(૧૩.૭.૨૪) 

"અનરાધાર ચોમાસું"

છબી
  સૂકું ઝાડ પણ થાય લીલું, વ્હાલો વરસે અનરાધાર ચોમાસુ. વાડ, વેલા ને લહેરાતાં તરું, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું. પશુ પંખી ને હરખાય જીવજંતુ, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું. કુદરત સોળે કળાએ ખીલ્યું, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું. નદી નાળામાં જળ છલકાતું, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું શાળા કોલેજ થઈ છે શરૂ, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું. પરીક્ષા ને પ્રણય થયાં છે શરૂ, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું. હરખે ખેડૂત, મજૂરે માથાકૂટ, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું. કાઢ ઉઘાડ તું હે વ્હાલાં, ચાર દિ'થી બસ ખીચડી ખાઉં, ભણે "ચંદ્ર" ભલે તું વરસ, કોઈ ભૂખે, ભીને ના સુવે એટલી કરું અરજ. વ્હાલો વરસે અનરાધાર ચોમાસું. #બાપૂ_ઉવાચ(૧૫.૭.૨૪)

"એકત્રીસમો જન્મદિન"

  યાદ છે, કોલેજમાં બહુ લડતાં આપણ? ને વાતે વાતે તું ખીજાતી! યાદ છે, થઈ'તી શરત લાફો ખાવાની? ભરચક લોબી કૉલેજમાંહી! યાદ છે, યુથ ફેસ્ટમાં તે ભાગ લીધો, મેં પણ ત્વરાએ મોકો ઝડપ્યો. યાદ છે, પ્રેક્ટિસ પછી નવરા બેસતા, એકમેકને બહુય જોતાં! યાદ છે, હું તને એક દિ ના જોતો! ફૂલી ને તું ફુગ્ગો બનતી, યાદ છે, તને જોવા તલપાપડ રહેતો! બળવંતને તારી ભાળ પૂછતો. યાદ છે, શીતલ મે'મે ઊભો કર્યો, ભણાવવા મને ચોપડી આપી! યાદ છે, તે જ મને જુસ્સો આપ્યો, "ચંદ્ર..." "ચંદ્ર..." બૂમ તે પાડી. યાદ છે, છેલ્લે મળ્યાં ધરમના ઘરે, ને તે પહેરેલા પીળાં વસ્ત્ર, યાદ છે, તું ભાખી એટલી જ સુંદર! જાણે હાલ જ થઈ કોલેજ પૂરી. યાદ છે, એજ મસ્તી, એજ હસી, એજ હોઠે તલ. બસ, થોડી થઈ "તું" જાડી! થઈ કૉલેજ યાદ ફરી તાજી. જન્મદિન એકત્રીસમો આજે, નીસરે શબ્દ,  "ચંદ્ર"ના હૃદયે. બહુ સુંદર ઓ "દિવ્યા" તું, રહેજે ખુશ, માઁ ભવાની સપના પૂરા કરે..! # બાપૂ_ઉવાચ(૧૦.૭.૨૪) @ચંદ્રસિંહ પરમાર.

🏞️"મેશ્વોવાળા"🏞️

 ધમનીમાં વહે છે લોહી, એમ કેમ તૂટી જવાના! મેશ્વા વાળા છીએ, એમ થોડા બિવાના? નર(મેશ્વો)નું પાણી પીધું, તાળી પાડી થોડા ઊભા રહેવાના? મેશ્વા વાળા છીએ, એમ થોડા બિવાના? ભોમકા મારી પાવરફુલ, એમ થોડાં થાકી જવાના? મેશ્વા વાળા છીએ, એમ થોડા બિવાના? માતાનું કુલ રણબંકાનું, ને પિતા મૂળે મૂળી. મારું "સરગુડી" જ છે સાગર જેવું, સહુને અંતરમાં સમાવી જવાના. માથે માઁ હરસિદ્ધિનો હાથ, ને ઇષ્ટ માંડવરાયજીનો પ્રતાપ, મેશ્વા વાળા છીએ, એમ થોડા બિવાના? : ચંદ્રસિંહ પરમાર #બાપૂ_ઉવાચ🔥

"અષાઢી બીજ"

 નગરચર્યા નીસર્યા એવા સુભદ્રાના વીર, આવી આજ અષાઢી સુદ બીજ. રથ શણગારો, શેરીઓ સજાવો, ગજરાજ તેડાવો, અખાડા બોલાવો, આવી આજ અષાઢી સુદ બીજ. જાંબુ, કેળાં, અને મગ ફણગાવો, વ્હાલાં કાજે મીઠા માલપુઆ બનાવો, આવી આજ અષાઢી સુદ બીજ. પૂરી નગર પૌરાણિક, નીસરે પ્રભુ નિજ ધામ, અમદાવાદે પ્રભુ આવશે, થઈ સુંદર રથ સવાર. આવી આજ અષાઢી સુદ બીજ. વ્હાલાં! વ્હાલથી પધારજો, યાચે સકળ લોક. જય... જય... જય... જગન્નાથ! લી. ચંદ્રસિંહ પરમાર #બાપૂ_ઉવાચ(૬.૭.૨૪)

"ભાઈ દેજો ભડવીર"

ભાઈ દેજો ભડવીર, હે તાત! ભાઈ દેજો ભડવીર. દુઃખમાં આપે સાથ, હે તાત! ભાઈ દેજો ભડવીર. ભીડ પડે ભાગી ન જાય, હે તાત! ભાઈ દેજો ભડવીર. ચોરી ફેરા સાથે લીધા, હે તાત! ભાઈ દેજો ભડવીર. બેઉં ઘરમાં કિલકારી દીધી, હે તાત! ભાઈ દેજો ભડવીર. નોકરીધંધે પતાકા ફરકી, હે તાત! ભાઈ દેજો ભડવીર. જોરું એની કોરોનાએ લીધી, હે તાત! ભાઈ દેજો ભડવીર. દીકરો મોટો સહિયારો પરણાવ્યો, હે તાત! ભાઈ દેજો ભડવીર. કાલ ચક્રમાં બેઉં ફસાણા, હે તાત! ભાઈ દેજો ભડવીર. દાની માંથી ભિક્ષુ બન્યાં, હે તાત! ભાઈ દેજો ભડવીર. પત્ની મારી કેન્સરે લીધી, હે તાત! ભાઈ દેજો ભડવીર. દીકરી મારી ઉંમરમાં બેઠી, હે તાત! ભાઈ દેજો ભડવીર. દીકરી વળવતાં સહિયારો થશે ખર્ચ, હે તાત! ભાઈ દેજો ભડવીર. ભત્રીજાવહુ, બહુ છે હોંશિયાર, હે તાત! ભાઈ દેજો ભડવીર. કાનભંભેરણી ભાઈને લાગી, હે તાત! ભાઈ દેજો ભડવીર. રોડાંનો ભાઇએ ઘા કર્યો, બાઈકે વાગ્યો, હે તાત! ભાઈ દેજો ભડવીર. ઘર ફૂટે ઘર જાય, મેં જોયું આજ, હે તાત! ભાઈ દેજો ભડવીર. ઘર એક, બે ભાગલાં કીધાં, હે તાત! ભાઈ દેજો ભડવીર. હું દેવાળિયો દળદલ ભટકું, હે તાત! ભાઈ દેજો ભડવીર. સગાં વહાલાંનો શો સહારો? હે તાત! ભાઈ દેજો ભડવીર. સવાર સવારમાં ફોન વાગ્યો...

🌱"યુવાન"🌱

 અધ્યાય એક આથમી ગયો, ને બીજો થયો શરૂ. તન કસાયું, મન ઘસાયું, પરસેવે કર્યું સ્નાન. તોય હું યુવાન છું. બાંધ્યા મનમાં માળો, ને સમાજ સાચવી જાણ્યો, વ્હેવારે પાડ્યો વટ, એવી નોકરી, તને મુબારક. હું યુવાન છું. શીખતો શિક્ષક છું હું, જીવનપર્યંત શીખીશ. નિવૃત્તિ બસ પડાવ છે, સમય સમયની વાત. હજી હું યુવાન છું. શરીર થયું છે ભારે, ને આંખો ટોણો મારે. "ભજ હરી નામ, પ્રકાશ,હવે થા સાવધાન!" હું યુવાન છું. નામ હરિનું ભજતાં, મળ્યો મનેખ અવતાર, તન કસિશ, મન ઘસીશ, ઉતારીશ ભવનું ઋણ. હજુ હું યુવાન છું. શિક્ષણને સમજમાં લાવીશ, સમજે અબાલવૃદ્ધ. મૃત્યુપર્યંત પ્રવૃત્ત રહીશ, સમજી ભવનો બોજ. હજુ તો હું યુવાન છું. #દહેગામ કૉલેજમાંથી નિવૃત્ત થયેલ મિશ્રા સર માટે. લી. ચંદ્રસિંહ જી પરમાર #બાપૂ_ઉવાચ