"એકત્રીસમો જન્મદિન"
યાદ છે, કોલેજમાં બહુ લડતાં આપણ?
ને વાતે વાતે તું ખીજાતી!
યાદ છે, થઈ'તી શરત લાફો ખાવાની?
ભરચક લોબી કૉલેજમાંહી!
યાદ છે, યુથ ફેસ્ટમાં તે ભાગ લીધો,
મેં પણ ત્વરાએ મોકો ઝડપ્યો.
યાદ છે, પ્રેક્ટિસ પછી નવરા બેસતા,
એકમેકને બહુય જોતાં!
યાદ છે, હું તને એક દિ ના જોતો!
ફૂલી ને તું ફુગ્ગો બનતી,
યાદ છે, તને જોવા તલપાપડ રહેતો!
બળવંતને તારી ભાળ પૂછતો.
યાદ છે, શીતલ મે'મે ઊભો કર્યો,
ભણાવવા મને ચોપડી આપી!
યાદ છે, તે જ મને જુસ્સો આપ્યો,
"ચંદ્ર..." "ચંદ્ર..." બૂમ તે પાડી.
યાદ છે, છેલ્લે મળ્યાં ધરમના ઘરે,
ને તે પહેરેલા પીળાં વસ્ત્ર,
યાદ છે, તું ભાખી એટલી જ સુંદર!
જાણે હાલ જ થઈ કોલેજ પૂરી.
યાદ છે, એજ મસ્તી, એજ હસી,
એજ હોઠે તલ.
બસ, થોડી થઈ "તું" જાડી!
થઈ કૉલેજ યાદ ફરી તાજી.
જન્મદિન એકત્રીસમો આજે,
નીસરે શબ્દ, "ચંદ્ર"ના હૃદયે.
બહુ સુંદર ઓ "દિવ્યા" તું,
રહેજે ખુશ, માઁ ભવાની સપના પૂરા કરે..!
# બાપૂ_ઉવાચ(૧૦.૭.૨૪)
@ચંદ્રસિંહ પરમાર.
ટિપ્પણીઓ