અનંત રસ્તો
અંત નથી રસ્તાનો, ભાઈજી! અંત નથી રસ્તાનો. દોડું એટલો દોડે આગળ, ઊભો રહે આરામ કરતો, ભાઈજી! અંત નથી રસ્તાનો. સવારમાં એ ધૂમ્ર ભાસતો, બપોરનું મૃગજળ થાતો, સૂરજના એ કિરણો માંહી, આશ નવી ઉઘાડતો, ભાઈજી! અંત નથી રસ્તાનો. ચાંદની ટાણે વિરામ લેતો, સંતોષ બની હરખાતો, દોડ લગાવી થકવી દઇને, મુસાફરને મંજિલ આપતો, ભાઈજી! અંત નથી રસ્તાનો. ભણે "ચંદ્ર" ભાણ જોઈ, ભાણ ઊગે ભાગી લ્યો, રહો શર્વરી એ શાંત. રસ્તો આપણો અનંત છે, તો કાં બગાડે આ ભવ? - ચંદ્રસિંહ જી. પરમાર, "સરગુડી" (દહેગામ, ગાંધીનગર)