ઝવેરચંદ મેઘાણીને સ્મરણાંજલિ by Chandrasingh
ઝવેરચંદ મેઘાણી મેઘાણી, ચોટીલાની ધરા પર, અવતર્યો મેઘાણી! માં ધોળીબાઈની કુખ, દીપાવે મેઘાણી! પત્નીના મહેણાંથી હાલરડું, રચે મેઘાણી! કસુંબલ શૌર્ય દેશદાઝ, રેલાવે મેઘાણી! આવજે, હાકલ કરુ "હું", હાવજ(મેઘાણી) આવજે! સવાસોમા જન્મ દિ'એ આવજે! નાતજાતના ભ્રમ તું ભાંગજે! ચરતી નારીને, ચારણકન્યા બનાવજે! રાજનીતિના ખેલ, તું હવે ઉખાડજે! ભડ નો દીકરો, અંગ્રેજોને બાથ ભીડી, તું ભડનો દિકરો! આઝાદીની આગ લગાડી, ભડનો દિકરો! લોકગીતોની લત લગાડી, ભડનો દિકરો! "છેલ્લો કટોરો" ગીત બનાવ્યું, ભડનો દિકરો! "શિવાજીનું હાલરડું" ગાયું, ભડનો દીકરો! "સૌરાષ્ટ્રની રસધાર" વહાવી, ભડનો દીકરો સ્તુતિ કરું, "ચંદ્ર"ને આશિષ આપો, સ્તુતિ કરું! "ચંદ્ર" ને એ જ્ઞાન આપો, સ્તુતિ કરું! "ઝવેરચંદ" શા શબ્દ ભણાવો, સ્તુતિ કરું! કેસરિયાળા ગીત ગવડાવો, સ્તુતિ કરું! શબ્દ મારા વાણ બનાવો, સ્તુતિ કરું! શ્રધ્ધા નું થઈ પોત પ્રકાશો, સ્તુતિ કરું! "ચંદ્ર"ને તમ શિષ્ય બનાવો, સ્તુતિ કરું! સારાંશ: ઉપરોક્ત કવિતા શ્રી ઝવેરચંદ મેઘાણી ને સમર્પિત છે. ઝવેરચંદ ની દરેક રચનાઓ એક ઝવેરીના ...