"રાખમાં રમતા તેતર..." By chandrasingh
![]() |
| પ્રતીકાત્મક ચિત્ર: તેતર |
રાખમાં રમતા તેતર..., મને જોઈ ઊડી ગયા,
તૂટ્યું દલડું અરર કરી, ક્રીડા એમની ભંગ થતાં!
હતો સઘળો પરીવાર એમનો, ભર બપોરે થાક ખાતાં
તડકાના એ તાપ માહી, પીંછા ભરી રાખનાં!
મહાદેવનું ઘર અનેરું, જાણે રમે ગોદીમાં
પ્રભુ કેરો રંગ લાગ્યો, કોઇ નથી સ્વાર્થમાં!
સ્વર્ગ તો, કોણે જોયું છે? "રાખ" મારી "સ્વર્ગ" બનતા
ભગવો ભેખ જેણે ધર્યો છે, પામ્યા હરને હૃદયમાં!
તેતર એ તાગ લીધો, કોઈ નથી રાખમાં
લેટી લઉં આજ મન ભરીને, મોત આવે પળમાં!
જન્મ્યો એનું મરણ નિશ્ચિત છે, કેમ જીવે ડરમાં
યોની યોની ભટકી આવ્યો, સાન આવ્યું મનુષ્યમાં!
કહે "ચંદ્ર" જીવી લે આજ, કાળ બેઠો લાગમાં
લાવ્યા શું તે લઈને જાશું, વંચાશે નામ ઈતિહાસમાં!
ભાવાર્થ:
પ્રસ્તુત કવિતા જીવનના દુઃખોથી હતાશ થયેલા, મનુષ્ય અવતારને તુચ્છ માની, આ અમૂલ્ય દેહમાંથી જીવ તત્વને દૂર કરવાનું વિચારતા મૂર્ખ લોકોને સંબોધીને લખાયેલ છે.
ચોમાસાની લીલોતરી ને નયનોમાં ભરી લેવા ભર બપોરે હું જંગલમાં આંટો મારવા નીકળેલો, રસ્તા સ્મશાન પડે. જેવો હું બાજુમાંથી નીકળ્યો; રાખના ઢગલામાંથી ચાર તેતર ઉડ્યા. મને કુતૂહલ જાગતાં થોડો છેટો જઈ તેતર આવવાની રાહ જોઈ. જેટલી રાખ(ભભૂત, શેલ) મહાદેવને પ્રિય હોય છે એટલી જ તેતરને હોય છે; મને ત્યારે ખબર પડી. ઊડી ગયેલા તેતર પાછા આવ્યા અને ફરીથી ભભૂતમાં નાહવા લાગ્યા. આ અવિસ્મરણીય દ્રશ્ય જોઈ કવિ કલાપીની અતિ પ્રિય આ કવિતા તાદૃશ થયી: "તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો..." આ કવિતા પરથી પ્રેરિત થયી પઠન કરી શકાય એવા અદભુત કાવ્યનું સર્જન થયું.
- ચંદ્રસિંહ જી પરમાર "બાપુ"
ગામ: સરગુડી, તાલુકો: દહેગામ
જીલ્લો: ગાંધીનગર

ટિપ્પણીઓ