"જિદ્દી દિલ"

દિલ કેવું જિદ્દી છે!
દિમાગને પણ દાદ આપે,
યોદો ને તાજી કરે,
મળવા કોઈને એવું તડપે.

દિલ કેવું જિદ્દી છે!
નથી મળવાનું છતાંય ઝંખે,
પૈસો પૈસો ભેગો ભેગો કરી,
બીજા માટે બચાવે. 

 દિલ કેવું જિદ્દી છે!
દુનિયાને સારું દેખાડવા,
રોજ નવા અખતરા કરે, 
રાતોના ઉજાગરા કરે. 

દિલ કેવું જિદ્દી છે! 
તારી જીવંત કવિતા જોઈ, 
શબ્દોનો પ્રવાહ વહે,
"બાપૂ" તને યાદ કરે.. 

 #બાપૂ_ઉવાચ😎

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

રામ છું.