"વેચાયેલી વિરાસત" by Chandrasingh
"વેચાયેલી વિરાસત" હું રોવું છું, અનરાધાર રોવું છું. તને મેં અન્ન ખવાડ્યું, તને મેં દૂધ પાયું, તારા મેં અવસર કાઢ્યાં, તોય મને વેચવા કાઢી? આજ હું એ ધરતી માત, અનરાધાર રોવું છું. ખોળે બેસી ભાથું ખાધું, "માં" કહી મમતા પીધી, માટી ખાઈને મોટો થયો, તોય મને વેચવા કાઢી? આજ હું એ ધરતી માત, અનરાધાર રોવું છું. ગીરવે મૂકી હોત, તો આટલું ના લાગત! તને ભીડ પડે, કામ હું પણ આવત! આજ હું એ ધરતી માત, અનરાધાર રોવું છું. "ખાતેદાર" થયી "ખેડૂત" બન્યો! જમીન વેચી "કરોડપતિ" બન્યો! ગાડી, બંગલો તે બનાવ્યો! સમાજમાં કેવો વટ પાડ્યો! ભુંડા! હું તારી ધરતી માત, અનરાધાર રોવું છું. વૈશાખ આવે હું હરખાતી, હળ, બળદની રાહ હું જોતી, બોલ, હવે નિષ્ઠુર! કેમ મને નોંધારી મૂકી! પાપી! હું તારી ધરતી માત, અનરાધાર રોવું છું. તું હવે ભભકાથી અંજાયો, કાગળ બદલે "માં" દઈ આવ્યો, સંભાળ, દીકરા! સંભાળ રાખજે! રૂપિયા સાચવી પેઢી તારજે! પાપી પેટ પર લગામ રાખજે! આશિષ સાથે છેલ્લા શબદ, "રામ...! રામ...!" એજ તારી ધરતી માત, અનરાધાર રોવું છું. પ્રેરણા: અમદાવાદથી ધોળકાના પટ્ટામાં હાલ વિ...