"વેચાયેલી વિરાસત" by Chandrasingh
![]() |
| "વેચાયેલી વિરાસત" |
હું રોવું છું,
અનરાધાર રોવું છું.
તને મેં અન્ન ખવાડ્યું,
તને મેં દૂધ પાયું,
તારા મેં અવસર કાઢ્યાં,
તોય મને વેચવા કાઢી?
આજ હું એ ધરતી માત,
અનરાધાર રોવું છું.
ખોળે બેસી ભાથું ખાધું,
"માં" કહી મમતા પીધી,
માટી ખાઈને મોટો થયો,
તોય મને વેચવા કાઢી?
આજ હું એ ધરતી માત,
અનરાધાર રોવું છું.
ગીરવે મૂકી હોત,
તો આટલું ના લાગત!
તને ભીડ પડે,
કામ હું પણ આવત!
આજ હું એ ધરતી માત,
અનરાધાર રોવું છું.
"ખાતેદાર" થયી "ખેડૂત" બન્યો!
જમીન વેચી "કરોડપતિ" બન્યો!
ગાડી, બંગલો તે બનાવ્યો!
સમાજમાં કેવો વટ પાડ્યો!
ભુંડા! હું તારી ધરતી માત,
અનરાધાર રોવું છું.
વૈશાખ આવે હું હરખાતી,
હળ, બળદની રાહ હું જોતી,
બોલ, હવે નિષ્ઠુર!
કેમ મને નોંધારી મૂકી!
પાપી! હું તારી ધરતી માત,
અનરાધાર રોવું છું.
તું હવે ભભકાથી અંજાયો,
કાગળ બદલે "માં" દઈ આવ્યો,
સંભાળ, દીકરા!
સંભાળ રાખજે!
રૂપિયા સાચવી પેઢી તારજે!
પાપી પેટ પર લગામ રાખજે!
આશિષ સાથે છેલ્લા શબદ,
"રામ...! રામ...!"
એજ તારી ધરતી માત,
અનરાધાર રોવું છું.
પ્રેરણા:
અમદાવાદથી ધોળકાના પટ્ટામાં હાલ વિઘે 5 કરોડનો ભાવ ચાલી રહ્યો છે, આ જાણી મને નવાઈ લાગી કે આટલા બધા રૂપિયાનું લોકો શું કરશે, એના બદલામાં પોતાની સંપત્તિ ઓછી કર્યાનો અહેસાસ નહિ હોય!
"પૈસો" હાથનો મેલ છે, કોઈનો ટક્યોય નથી ને કોઈ દી ટકશે પણ નહિ, એનો રસ્તો જાતે જ કરી લેશે.
પૈસા તમારા કર્મો સારા હશે તો સાત પેઢી તરી દેશે, નહિ તો 7 વર્ષમાં જ રસ્તે પડી જશે, જમીન તમારી દિવસે ને દિવસે જમાના સાથે મૂલ્ય વધારશે. આજે લોકો જે જમીન માટે વીરોએ બલિદાનો આપ્યાં તેને લોકો સાવ તુચ્છ કારણોમાં કાઢી રહ્યા છે.
મિત્રો, જો આપ પણ નિર્હેતું આવું વિચારી રહ્યાં હોય તો પ્લીઝ ફરી વાર વિચાર કરી લેજો.
મારી સાથે YouTube પર જોડાવા નીચીને લીંક પર ક્લિક કરો: https://youtube.com/@ChandreshSir91
ચેનલ subscribe જરૂર કરો.
જય માતાજી.
જય હિન્દ.
લી. ચંદ્રસિંહ જી પરમાર.
#બાપૂ _ઉવાચ
મુ. - સરગુડી

ટિપ્પણીઓ