🌹પ્રેમનોનો રંગ❤️
પ્રેમનો આ રંગ કો'કને તો લગાવી દો! જિંદગી મળી છે ગણી, દુઆઓથી! કો'કની દુઆઓને સાકાર તો બનાવી દો. પ્રેમનો આ રંગ કો'કને તો લગાવી દો! "પ્રેમ" હતો પ્રહલાદનો, સુદામે દીધા તાંદુલ! મીરાં વગડે કાન્હા ગેલી, (બોડાણે)તોલ્યા વાળીએ પ્રભુ! પ્રેમ થકી પ્રથમી બની, પ્રેમે બન્યાં સજીવ! પ્રેમ પાંગળતા "હું" બન્યો, શાને મુંજાય "તું" મનુષ્ય? સંબંધ એવો બાંધજે, દુશ્મન કરે ગુરુર! રંગોની આ અમી ધરા પર, બનજે મેઘધનુષ! : ચંદ્રસિંહ જી પરમાર. "બાપુ_ઉવાચ" 18 માર્ચ,2022 શુક્રવાર, ધુળેટી.