"બિપરજોય આવ્યું" by ચંદ્રસિંહ પરમાર
કોઈ બચાવે છત તો કોઈ સોલર છત, કોઈ છાપે "આવી ગયું હોં!" કોઈ કહે "વાર". ગામ કહો કે શે'ર, ગભરાટ સહુને ઘેર. ઓહ! આ બિપરજોય આવ્યું! પંદર તારીખે પોરબંદર પહોંચજે, માં હર્ષદ દ્વાર, સોમનાથ જઈ દાદાને મળજે, ચરણ પખાળી આવ. દ્વારકા જઈ કાન્હાને કહેજે, રાખે ધજાની લાજ, ઓહ! આ બિપરજોય આવ્યું! સોળ તારીખે શાંત થાજે, રીઝવે મારો રામ, હવે આવ્યું છો તો, આપી જજે ગુજરાતભર ભર વરસાદ. ઓહ! આ બિપરજોય આવ્યું! ગરમ થયો આ જલધિ હવે, કરી દોહન માં ધરા અનહદ. ભયાવહ આ તાંડવ તેડાવ્યું, ઓહ! આ બિપરજોય આવ્યું! મેઘ થશે અમાપ, ક્યાંક પૂર તો ક્યાંક દુકાળ, સાગર છોડશે સીમા, માં ધરા હવે ધ્રુજાય. સ્વાર્થીપણાની હોડમાં, અસ્તિત્વ જોખમાય, ઓહ! આ બિપરજોય આવ્યું! "વ્હાલા! થાઓ હવે શાંત, હું જીવીશ, તને બચાવિશ, જીવશું હારોહાર", એમ "બાપૂ" કરે ઉવાચ. //+ બાપૂ_ઉવાચ નામ: ચંદ્રસિંહ જી પરમાર ગામ: સરગુડી દહેગામ, ગાંધીનગર. ૧૪ જૂન,૨૦૨૩, સમય: ૧૦.૨૦ PM.