"બિપરજોય આવ્યું" by ચંદ્રસિંહ પરમાર
કોઈ બચાવે છત તો કોઈ સોલર છત,
કોઈ છાપે "આવી ગયું હોં!" કોઈ કહે "વાર".
ગામ કહો કે શે'ર, ગભરાટ સહુને ઘેર.
ઓહ! આ બિપરજોય આવ્યું!
પંદર તારીખે પોરબંદર પહોંચજે, માં હર્ષદ દ્વાર,
સોમનાથ જઈ દાદાને મળજે, ચરણ પખાળી આવ.
દ્વારકા જઈ કાન્હાને કહેજે, રાખે ધજાની લાજ,
ઓહ! આ બિપરજોય આવ્યું!
સોળ તારીખે શાંત થાજે, રીઝવે મારો રામ,
હવે આવ્યું છો તો, આપી જજે
ગુજરાતભર ભર વરસાદ.
ઓહ! આ બિપરજોય આવ્યું!
ગરમ થયો આ જલધિ હવે,
કરી દોહન માં ધરા અનહદ.
ભયાવહ આ તાંડવ તેડાવ્યું,
ઓહ! આ બિપરજોય આવ્યું!
મેઘ થશે અમાપ, ક્યાંક પૂર તો ક્યાંક દુકાળ,
સાગર છોડશે સીમા, માં ધરા હવે ધ્રુજાય.
સ્વાર્થીપણાની હોડમાં, અસ્તિત્વ જોખમાય,
ઓહ! આ બિપરજોય આવ્યું!
"વ્હાલા! થાઓ હવે શાંત,
હું જીવીશ, તને બચાવિશ,
જીવશું હારોહાર",
એમ "બાપૂ" કરે ઉવાચ.
//+ બાપૂ_ઉવાચ
નામ: ચંદ્રસિંહ જી પરમાર
ગામ: સરગુડી
દહેગામ,
ગાંધીનગર.
૧૪ જૂન,૨૦૨૩, સમય: ૧૦.૨૦ PM.

ટિપ્પણીઓ