રામ છું.

 વાલિયા લૂંટારાને વાલ્મીકિ સંત બનાવનાર,

ક્રોંચ પક્ષીના છેલ્લો શબ્દ "રામ" છું.


 રાજા દશરથ હાથે, ઘાયલ શ્રવણના,

 માબાપનો છેલ્લો શબ્દ "રામ" છું.



પિનાક ધનુષ ઉપાડી, રાવણનો ઘમંડ ઉતારી,

પરશુરામને શાંત કરનાર, શ્રી રામ છું.


પિતાના બોલ પાળવા, રાજપદ ત્યાગી,

ચૌદ વર્ષ વનવાસ લેનાર, શ્રી રામ છું.


ચિત્રકૂટમાં ભક્ત શબરીને દર્શન આપી,

એંઠા બોર ખાનાર, શ્રી રામ છું.


કનક મૃગની લાલચમાં, સીતાજીના હરણ પછી,

પત્ની વિરહમાં આંસુ પાડનાર, શ્રી રામ છું.


કિષ્કિંધા મિલન પછી, રાજા સુગ્રીવના મંત્રી,

હનુમાનની રગેરગમાં વસનાર, શ્રીરામ છું.


ઘૂઘવતા સાગરમાં લંકાનો માર્ગ કરતાં,

રામ નામે તર્યા પથ્થર, એ રામ નામ છું.


રાવણવધ કરી, વિભીષણની ગાદી સોંપી,

સીતાજીને પરત લાવનાર, શ્રી રામ છું.


અયોધ્યા આવતા ઉત્સવ ઉજવાયો,

પ્રકાશ પર્વ એવી, દિવાળીનો રામ છું.


ધર્મયુદ્ધની લડાઈમાં, પાંચસો વર્ષે ધજા ચડી, 

અયોધ્યા મંદિરમાં સ્થપાયેલ બાળ રામ છું.


કહે "ચંદ્ર",

હું એ જ સમય ને જંબુદ્વીપ પણ હું,

દરેક દિલમાં જીવતો સનાતન હું,

ન્યાય, અનુશાસન એવું રામરાજ્ય હું,

ધર્મની સ્થાપના કરતો કેસરિયો પણ હું,

 જન્મથી અંત સુધી હું, આવકાર અને આભરમાં હું,

હું છું "રામ", હું છું "રામ".


જય શ્રી રામ.

લી. ચંદ્રસિંહ.

(26/3/2026: રામનવમી)






ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"