માટીમાં રમવું! By ચંદ્રસિંહ

 "માટીમાં રમવું!"


જેની કિકિયારીથી ઘર ગાંડું,

એનું આર્તનાદ બન્યું દવાખાનું.

મને રમતમાં મૂકતો ઈન્જેકશન,

ખુદ આજ સપડાયો ઇનફેકશન.

બન્યો તાવ અમારો દુશ્મન,

વળી, વળી કરતો એને ગરમ.


મારો અથર્વ સિંહ,

સાચો ભડવીર,

રોતો રમતો રંક થઈ,

તાવ શરણની લડાઈ.

ડહાપણ ડાહ્યો,

જ્ઞાન પીપાસુ.

રમે રમકડાં,

પલંગ માંહી.

રટ લગાવી,

"માટીમાં રમવું"!

પાપા, ઘર જાવું,

"માટીમાં રમવું"!


જેલ બની ચાર દીવાલો, 

નર્સ દોડી બાટલા ચડાવે.

રડી પડ્યો હું ટિફિન ખાતાં,

પત્ની કહે, "તમે બહુ કાચાં!

હું રડું તો અથર્વ રડશે, 

પછી આ "સિંહ"ને કોણ સંભાળી શકશે?"


લી. ચંદ્રસિંહ જી પરમાર

ઉર્ફ: "બાપૂ"

સરનામું: 

મુકામ: સરગુડી, તાલુકો: દહેગામ, જીલ્લો: ગાંધીનગર.


પૂર્વભૂમિકા:

પ્રસ્તુત કવિતા મારા દીકરા અથર્વ સિંહને દહેગામની રાધે હોસ્પિટલમાં દાખલ કરતાં એક પિતા તરીકે મારી મનઃસ્થિતિનું વર્ણન કર્યું છે. મારો દીકરો ત્રણ વર્ષનો હોવાથી, સમજણો હોવાથી, છૂટો રમેલો હોવાથી દવાખાનાનો બંધિયાર રૂમ, બાજુમાં અન્ય બાળકોના ખાટલા, એના માટે અસહ્ય રહ્યાં. એને રડતો જોઈ હું પણ મારા આંસુ રોકી ના શક્યો. કહેવાય છેને કે માં જેટલું મજબૂત દુનિયામાં કોઈ નથી, એમ મારી પત્ની આ સમયમાં  અથર્વ સામે અવિચલિત રહી. ધન્ય છે આ સ્ત્રી ને! સમાજના રિવાજો સાથે સાથે માતાનો રોલ સારીરીતે અદા કર્યો.


હાલ, અથર્વ સિંહ રમતાં થઇ ગયા છે.

આભાર.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.