"ભારત ભોમ" By Chandrasingh
અફઘાનમાં
તિમિર તમરાની,
તાજપોશી કાં?
તિમિર્યુગમાં,
તફડાયુ હવે તે,
આઝાદી છે ક્યાં?
બંદૂક તાણી,
ઇસ્લામ વિજય કાં,
ઇસ્લામ અંત?
ભારત ભોમ,
ધર્મોનેક, બંધુત્વ,
છે વિશ્વરૂપ.
કહે "ચંદ્ર" હે,
ભારતી! શીશ આપી,
ચૂકવું ઋણ.
(85 અક્ષરનું કાવ્ય)
ભાવાર્થ:
પ્રસ્તુત કવિતા જાપાની કાવ્ય પ્રકાર "હાઈકુ"માં લખવામાં આવી છે. જેનું બંધારણ 5-7-5 અક્ષર છે.
15 ઓગસ્ટ 2021ની મધ્ય રાત્રિએ જ્યારે ભારત આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવવતો હતો ત્યારે આપડા પાડોશી દેશ અફઘાનિસ્તાનનો રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રપતિ ભવન પરથી ઉતરતો હતો. આઝાદ દેશના રાષ્ટ્રપતિ પોતાનો જીવ બચાવી ગુપ્ત સ્થાને ભાગી ગયા હતા. અહી હું તાલિબાનની વાત કરી રહ્યો છું. તાલિબાને રાતોરાત કાબુલ પર કબજો જમાવી પોતાના તાલિબાની સહસ્થાપક મૌલાના અબ્દુલ ઘની ને રાષ્ટ્રપતિ ઘોષિત કરી દીધા. દુનિયા માનવજાતના હાલ કોરોના સામે લડી રહી છે જ્યારે અફઘાન પ્રજા પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે; કોણ જાણે કઈ ગોળી ક્યારે, પોતાને કાળનો કોળિયો બનાવી દે! 15 ઓગસ્ટની મધ્યરાત્રિએ કાબુલ એરપોર્ટના દ્ર્શ્યો હૃદય હચમચાવી મૂકી તેવા છે.
દુનિયામાં ભારત એવો દેશ છે જ્યાં ઉપરની પરિસ્થિતિ હવે કદાપિ સંભવ નથી. ભારતમાં દરેક ધર્મ, જ્ઞાતિ કે જાતિને સમાન હકો મળ્યા છે. ભારતની ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એકબીજાથી તદ્દન સ્વતંત્ર છે અને એકબીજાના એકરૂપ છે. અહીંનો મુખ્ય ધર્મ હિન્દુ હોવા છતાં બીજા તમામ ધર્મોને આદર આપવામાં આવે છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન આજે મુસ્લિમ દેશ હોવા છતાંય મુસ્લિમો પર ઇસ્લામને આગળ ધરી અત્યાચારો થતા જ રહ્યા છે. મીડિયામાં તમે "અલ્લા હું અકબર" બોલી નિર્દોષોની હત્યા કરતા આતંકવાદી જોયા હશે. શું આતંકવાદીઓનો ઇસ્લામ અન્ય શાંતિપ્રિય ઇસ્લામ કરતા અલગ હશે? 2011ની વસ્તીગણતરી અનુસાર ભારતમાં હાલ દુનિયાના 10.9% તથા ભારતની વસ્તીના 15.5% લોકો મુસ્લિમ ધર્મ અનુસરી રહ્યા છે. ભારતમાં શરિયા કાનૂનને પણ ધાર્મિક લઘુમતીના અનુચ્છેદ 25 મુજબ કોઈપણ ધર્મ માનવાનો અને તેને અનુસરવાના હકમાં સમાવેશ કરેલ છે.
ભારતની આઝાદીના 75માં વર્ષે ભલે ભારત દુનિયાની આર્થિક મહાસત્તા ન બની શક્યું હોય, પરંતુ આજે અનેક ધર્મ, જાતિ, જ્ઞાતિ, બોલી, ભાષા, રહેણીકરણી, પોષક, ઉત્સવો, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેમાં વિવિધતા હોવા છતાં, અડીખમ ટકી રહેવું એજ વિશ્વગુરુ સાચી ઓળખ બની છે. ભારતના 75માં જન્મદિવસની આપ સહુ ભારતીયોને ખૂબ ખૂબ શુભકામનાઓ. 🙏જય હિન્દ🙏
By:
નામ :ચંદ્રસિંહ જી. પરમાર
ગામ.: સરગુડી
પો. : લીહોડા
તા. : દહેગામ
જી. : ગાંધીનગર

ટિપ્પણીઓ