ઝવેરચંદ મેઘાણીને સ્મરણાંજલિ by Chandrasingh

 

ઝવેરચંદ મેઘાણી


મેઘાણી,
ચોટીલાની ધરા પર, અવતર્યો મેઘાણી!
માં ધોળીબાઈની કુખ, દીપાવે મેઘાણી!
પત્નીના મહેણાંથી હાલરડું‌‌, રચે‌ મેઘાણી!
કસુંબલ શૌર્ય દેશદાઝ, રેલાવે મેઘાણી!

આવજે,
હાકલ કરુ "હું", હાવજ(મેઘાણી) આવજે!
સવાસોમા જન્મ દિ'એ આવજે!
નાતજાતના ભ્રમ તું ભાંગજે!
ચરતી નારીને, ચારણકન્યા બનાવજે!
રાજનીતિના ખેલ, તું હવે ઉખાડજે!

ભડ નો દીકરો,
અંગ્રેજોને બાથ ભીડી, તું ભડનો ‌દિકરો!
આઝાદીની આગ લગાડી, ભડનો ‌દિકરો!
લોકગીતોની લત લગાડી, ભડનો ‌દિકરો!
"છેલ્લો કટોરો" ગીત બનાવ્યું, ભડનો ‌દિકરો!
"શિવાજીનું હાલરડું" ગાયું, ભડનો દીકરો!
"સૌરાષ્ટ્રની રસધાર" વહાવી, ભડનો દીકરો

સ્તુતિ કરું,
"ચંદ્ર"ને આશિષ આપો, સ્તુતિ કરું!
"ચંદ્ર" ને એ જ્ઞાન આપો, સ્તુતિ કરું!
"ઝવેરચંદ" શા શબ્દ ભણાવો, સ્તુતિ કરું!
કેસરિયાળા ગીત ગવડાવો, સ્તુતિ કરું!
શબ્દ મારા વાણ બનાવો, સ્તુતિ કરું!
શ્રધ્ધા નું થઈ પોત પ્રકાશો, સ્તુતિ કરું!
"ચંદ્ર"ને તમ શિષ્ય બનાવો, સ્તુતિ કરું!




સારાંશ: ઉપરોક્ત કવિતા શ્રી ઝવેરચંદ મેઘાણી ને સમર્પિત છે. ઝવેરચંદ ની દરેક રચનાઓ એક ઝવેરીના ટીપણા વડે ટીપાયેલી સોનાના અલાંકારો જેવી છે. અહી ઝવેરચંદ મેઘાણીના 125માં જન્મ દિવસની અંજલિ આપવામાં આવી છે. 
  તેમનો જન્મ હાલના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના એક નાનકડા ગામમાં માતા ધોલીબાઈની કૂખે થયો હતો. પિતા કાલિદાસને બાળકના જન્મ વખતે એ ખ્યાલ નહિ હોય કે આ બાળક લોકસંસ્કૃતિ ની ધરોહર બનશે; લોકગીત, દુહા ગાઈ અન્યને પ્રભાવિત કરશે. મેઘાણી એમના પત્ની ચિત્રદેવીના મહેણાંની ફલશ્રુતિ રૂપે શિવાજીનું હાલરડું બનાવી દે છે, જે દેશની આઝાદીની લડતનાં ઇંધણ નું કામ કરે છે. "કસુંબીનો રંગ" ગીત સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેવા નવલોહિયા યુવાનોને પ્રેરિત કરે છે. "ચારણ કન્યા" ગીત દેશની દીકરીઓને અન્યાય સામે પ્રતિકાર કરવાની પ્રેરણા આપે છે. જીવનમાં ભલેને સિંહ જેવી ખતરનાક વિકટ પરિસ્થિતિ હોય; ચૌદ વર્ષની ચારણકન્યા ની જેમ લાઠી લઈ તેનો સામનો કરવા ઊભા થયી જવા જણાવે છે. "સૌરાષ્ટ્રની રસધાર" ના પાને પાને વીર રસનું આલેખન સોરઠી ભાષામાં કર્યું છે.




ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.