આંબેડકરની આંગળી

 



જોઈ તમારું પૂતળું, આવ્યો એક વિચાર,
શું થાકતાં નથી તમે? દિશા કરતા નિર્દેશ!
જ્યાં નજર મારી ઠરે, દીઠા એક જ "તું"
આંગળી લાંબી કરતા, દિશા કરતા નિર્દેશ!

બંધારણ તો બનાવ્યું, બની દેશના આગેવાન
કાયદાના આ કાગળમાં, બન્યા કો'ક હેવાન
કાયદાની એ આડમાં, કરતા ગુના અનેક
છટક બારી થી બચી જતા, બન્યા કો'ક હેવાન

સમાનતા ને બંધુત્વ, સ્વતંત્રતા ને સમ્માન,
મળ્યા મને ખેરાતમાં, ન ભોગવી શક્યો "હું" (ભારતીય નાગરિક)
અનામતના રાફડા હેઠળ ઘણું ઘવાયો "હું" (ભારતીય શાસન વ્યવસ્થા)
આઝાદીના પાવન પર્વને, ન ભાખી શક્યો "હું" (ભારતીય નાગરિક)

જાતપાતના રાજકારણથી  રહેજે ઘણો દૂર,
ભણે "ચંદ્ર" ભારતીયને, 
વિવિધતામાં એકતા કાજે રહેજે અખંડ ઓ શુર.


- ચંદ્રસિંહજી પરમાર
-"સરગુડી"




સમજૂતી : આ કવિતા કોઈની જાતિગત લાગણીને ઠેસ પહોંચાડતી નથી. સાણંદ શહેરની વચ્ચે આવેલા ભારતરત્ન વિજેતા કાયદાશાસ્ત્રી બાબા સાહેબ આંબેડકરના પૂતળાને સંબોધીને લખાયેલ કવિતા છે.
બાબાસાહેબ ના આદર્શો નો આજની તારીખમાં દુરુપયોગ થયી રહ્યો છે જેમાં પ્રથમ, અનામત પ્રથા છે; જેના કારણે શ્રેષ્ઠ યુવાધન ભારતની સેવા કરી શકતું નથી. બીજું, સમાનતા, પોતાની જાતને દોશી હોવા છતાં એકવાર બચવાનો મોકો આપવામાં આવે છે; જેથી ગુનેગાર પૈસાના જોરે બચી નીકળી ફરી ગુનો કરવા પ્રેરાય છે. દા. ત. અજમલ કસાબ આતંકવાદીને બચાવવા અડધી રાત્રે સુપ્રીમ કોર્ટ ખોલવી પડે છે. દુષ્કર્મ કરનાર પૈસાને જોરે સજામાંથી બચી રહ્યા છે. ભારતની સ્વતંત્ર જાણે કે ખેરાતમાં મળી હોય! આજનું ગંદુ રાજકારણ જાતપાતના વાડા ઊભા કરી અંદરોઅંદર લડાવ્યા કરે છે; જેની અપેક્ષા બંધારણ સર્જકોને નહોતી.

નોંધ: આ કવિતામાં "અનામતના રાફડા હેઠળ ઘણું ઘવાયો હું" પંક્તિ અનામત પ્રથાનો વિરોધ કરતી નથી, પરંતુ બંધારણમાં જે હેતુ માટે અનામત અપાઈ હતી, તે હેતુ આઝાદીના 75 વર્ષ પૂરા થતા હોવા છતાં  પરિપૂર્ણ થયી રહ્યો નથી. મારું અંગત મંતવ્ય છે કે જે જાતિનો  SC, ST, OBC કે EBC માં સમાવેશ કરાયેલ હોય તે જાતિના યુવાનોને, કેન્દ્ર કે રાજ્ય સરકારમાં માત્ર એક જ વખત અનામત કોટમાં નોકરી મળવી જોઈએ. અગર કોઈ ઉમેદવાર એકવાર આ કોટામાંથી નોકરી મેળવે તો બીજીવારની ઉમેદવારી "સામાન્ય વર્ગ"માં ગણવામાં આવે, અનામત વર્ગમાં નહિ. આ વ્યવસ્થા આઝાદીના 75 વર્ષ પછી પણ ભારતમાં અમલી બનશે તો જ સૌથી છેવાડાનો ગરીબ દીકરો સરકારી કર્મચારી બની શકશે. વારંવાર અનામતનો ઉપયોગ કરી નોકરીઓ બદલતા ઉમેદવારોના કારણે કેટલાય પછાત સમૂહના સાચા હકદાર ઉમેદવારો નોકરીથી વંચિત થતા બચી શકશે જેથી બંધારણનો સમાનતાનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ થશે, અંતે મારો ભારત દેશા સાચા અર્થમાં સ્વતંત્ર અને પ્રજાસત્તાક બનશે.

🙏જય હિન્દ🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.