રૂપસુંદરી
રૂપસુંદરી નામ છે એનું, રૂપ રૂપનો અંબાર,
રાધાને તો જોઈ નથી મેં, તું છે મુજ લકીર,
કાન બની ઝંખ્યા કરું, તારી નજરોમાં એ પ્રિત.
તારી કરામત તું જાણે, હું તો બસ ફકીર,
રૂપસુંદરી નામ છે એનું, રૂપ રૂપનો અંબાર,
હસતાં પડે ખાડલો, ગાલ એવા ચમકીશ.
હોઠ દબાવી દાંત દેખાડે, લાગે કોલગેટ ક્વીન
તું બને દીવો તો એમાં હું પ્રજવલીશ!
તારી કરામત તું જાણે, હું તો બસ ફકીર,
લટ એની વાંકળી, લાગે વમળો એવા નીર
કહે "ચંદ્ર" હીંચકે જૂલું, મન ભરીને પ્રીત.
તારી કરામત તું જાણે, હું તો બસ ફકીર,
- ચંદ્રસિંહ જી. પરમાર "Sargudi" (દહેગામ, ગાંધીનગર)

ટિપ્પણીઓ