"ભાઈ દેજો ભડવીર"
ભાઈ દેજો ભડવીર, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
દુઃખમાં આપે સાથ, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
ભીડ પડે ભાગી ન જાય, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
ચોરી ફેરા સાથે લીધા, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
બેઉં ઘરમાં કિલકારી દીધી, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
નોકરીધંધે પતાકા ફરકી, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
જોરું એની કોરોનાએ લીધી, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
દીકરો મોટો સહિયારો પરણાવ્યો, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
કાલ ચક્રમાં બેઉં ફસાણા, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
દાની માંથી ભિક્ષુ બન્યાં, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
પત્ની મારી કેન્સરે લીધી, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
દીકરી મારી ઉંમરમાં બેઠી, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
દીકરી વળવતાં સહિયારો થશે ખર્ચ, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
ભત્રીજાવહુ, બહુ છે હોંશિયાર, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
કાનભંભેરણી ભાઈને લાગી, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
રોડાંનો ભાઇએ ઘા કર્યો, બાઈકે વાગ્યો, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
ઘર ફૂટે ઘર જાય, મેં જોયું આજ, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
ઘર એક, બે ભાગલાં કીધાં, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
હું દેવાળિયો દળદલ ભટકું, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
સગાં વહાલાંનો શો સહારો? હે તાત!
ભાઈ દેજો ભડવીર.
સવાર સવારમાં ફોન વાગ્યો, હે તાત!
ભાઈ દેજો ભડવીર.
"બાબુ" થોડું કામ તારું, ભીડ પડી પૈસા માંગુ,
બે દિવસનો વાયદો મારો, દીકરીના સ્કૂલે કપડાં લેવાં,
આપ હજાર બે ઉછીના, આવું હમણાં ઘરે તારાં.
જૂના ઘા તાજાં થયાં, વંઠેલ ભાભી પિતાને જુદા કર્યાં,
મદદ કરે આ "કવિરાજ", હે તાત!
ભાઈ દેજો ભડવીર.
#બાપૂ_ઉવાચ
લી. ચંદ્રસિંહ જી પરમાર
નોંધ:
પ્રસ્તુત કવિતા સમાજમાં બનતા દાખલારૂપ ભાઈ ભાઈના ઝગડાનું નિરૂપણ કરે છે. ભાઈ ભાઈના ઝગડામાં માત્ર ભાઈઓનો કોઈ વાંક હોતો નથી, નવી આવતી વધૂના સંસ્કાર પણ આ કજિયામાં પ્રમુખ ભાગ ભજવે છે. આપણે આપડી દીકરીને કરિયાવરમાં જંગમ મિલકત ના આપો તો ચાલશે પરંતુ સારા સંસ્કારનું સિંચન અવશ્ય કરવું જોઈએ.
🙏જય માતાજી🙏
ટિપ્પણીઓ