"અષાઢી બીજ"
નગરચર્યા નીસર્યા એવા સુભદ્રાના વીર,
આવી આજ અષાઢી સુદ બીજ.
રથ શણગારો, શેરીઓ સજાવો,
ગજરાજ તેડાવો, અખાડા બોલાવો,
આવી આજ અષાઢી સુદ બીજ.
જાંબુ, કેળાં, અને મગ ફણગાવો,
વ્હાલાં કાજે મીઠા માલપુઆ બનાવો,
આવી આજ અષાઢી સુદ બીજ.
પૂરી નગર પૌરાણિક, નીસરે પ્રભુ નિજ ધામ,
અમદાવાદે પ્રભુ આવશે, થઈ સુંદર રથ સવાર.
આવી આજ અષાઢી સુદ બીજ.
વ્હાલાં! વ્હાલથી પધારજો,
યાચે સકળ લોક.
જય... જય... જય... જગન્નાથ!
લી. ચંદ્રસિંહ પરમાર
#બાપૂ_ઉવાચ(૬.૭.૨૪)
ટિપ્પણીઓ