"અનરાધાર ચોમાસું"
સૂકું ઝાડ પણ થાય લીલું, વ્હાલો વરસે અનરાધાર ચોમાસુ.
વાડ, વેલા ને લહેરાતાં તરું, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું.
પશુ પંખી ને હરખાય જીવજંતુ, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું.
કુદરત સોળે કળાએ ખીલ્યું, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું.
નદી નાળામાં જળ છલકાતું, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું
શાળા કોલેજ થઈ છે શરૂ, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું.
પરીક્ષા ને પ્રણય થયાં છે શરૂ, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું.
હરખે ખેડૂત, મજૂરે માથાકૂટ, વ્હાલો વરસે અનરાધાર ચોમાસું.
કાઢ ઉઘાડ તું હે વ્હાલાં,
ચાર દિ'થી બસ ખીચડી ખાઉં,
ભણે "ચંદ્ર" ભલે તું વરસ,
કોઈ ભૂખે, ભીને ના સુવે એટલી કરું અરજ.
વ્હાલો વરસે અનરાધાર ચોમાસું.
#બાપૂ_ઉવાચ(૧૫.૭.૨૪)

ટિપ્પણીઓ