"ષષ્ટગુરુ :: સદગુરુ"

પુંજભા ગુરૂ મહારાજ



 હું જન્મ્યો માઁની કોખે, નવ મહિના ઉદર વેઠી.

છે તે પ્રથમ ગુરુ, નમું હું વારી વારી!


પકડી તેં જે આંગળી, આંખ ખૂલતાં માંહી,

છે પિતા બીજા ગુરુ, નમું હું વારી વારી!


લખતાં પેન પકડાવી, શીખવ્યો એકડો શાહી,

છે શિક્ષક ત્રીજા ગુરુ, નમું હું વારી વારી!


યુવાનીમાં પગ મૂક્યો, હાથ ઝાલ્યો વ્યક્તિ અજાણી,

છે પત્ની  ચોથા ગુરુ, નમું હું વારી વારી!


પરમાત્માની કૃપા દૃષ્ટિથી, થયું બાળક ધાવણું,

છે બાળક પંચમ ગુરુ, નમું હું વારી વારી!


બસ, થાક્યો હવે, બીજા માટે જીવી,

મળ્યાં તમે "સદગુરુ", જે શીખવ્યું "સકળ નિરંજન",

ભણે "ચંદ્ર" પુંજભા ગુરુ, "મોક્ષ" એજ સત્ય છે,

મિથ્યા જગત, જીવ.


#બાપૂ_ઉવાચ(૨૧.૭.૨૦૨૪)

@ગુરુપૂર્ણિમાએ ગુરુને વંદન




ટિપ્પણીઓ

અજ્ઞાત એ કહ્યું…
સરસ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.