"દીકરાના જન્મ દિને"
![]() |
| પાંચમો જન્મદિન ૧૪.૭.૨૪ |
ચૌદ જુલાઈ રડ્યાં તમે,
આંખ ભરીને હસ્યાં અમે,
પત્થર એટલા પૂજ્યા અમે,
મુખડું ત્યારે દીઠું અમને.
પરમાર કુળની શાન સાટું
માઁ હરસિદ્ધિ કૃપાએ આવ્યા તમે.
પિતા ચંદ્રસિંહ હરખાય મને,
માતા અમીષા ઓવારણાં લે,
દાદા ગાભુસિંહ દોડાદોડી કરે,
દાદી ચંદાબા લાપસી ઓળે.
બાપા મહેશભા અધીરાઈ કરે,
દવાખાને મનુભા સંગ મળવા દોડે.
પાંચમા તારાં જનમ દિને,
ભવાની પ્રાર્થું, હસતાં રાખે.
#બાપૂ_ઉવાચ(૧૩.૭.૨૪)

ટિપ્પણીઓ