વ્હાલા પિતાશ્રી

 



બાપુજીના વ્હાલની શું વાત કરું?

ઘડીયે પડીએ ફોન કરી કે' "હું" શું કરું?


"ખાધું ભૈ!" આ શબ્દો એમના અમર!

સાંભળી દિલ રહે બેફિકર.

જન્મ્યો તે દિ' "હું" બીમાર!

ફરે નિશદિન ગોતવા દાક્તર.


દવાનો પૈસોય નથી ઘર!

વેચી દાગીના દોડે રાતભર.

કારખાને કાનીયો(રૂપિયા) લાવવા!

બન્યા તે મજૂર.


મહેનત કરી માસ્ટર કરાવ્યું!

"દીકરા બનજે તું અફસર."

બાપુજીના કોડ પૂરવા,

બન્યો "હું" કંડકટર.



- ચંદ્રસિંહજી પરમાર, "બાબુ"

ટિપ્પણીઓ

Parth Prajapati એ કહ્યું…
Very nice 👌

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.