પ્રાથના

 યાચકને આપતાં શર્માવવું ના પડે

હે હરિ!

બસ, માંગુ એટલું.


દવાખાને એક પૈસો ભરવો ના પડે,

હે હરિ!

બસ, માંગુ એટલું.


પગાર તો દર મહિને થાય જ છે,

હે હરિ!

બે પૈસા ધર્મમાં વપરાય,

બસ, માંગુ એટલું.


સફેદ, કાળો કે ખાખી ક્યારેય જોવો ના પડે, હે હરિ!

બસ, માંગુ એટલું.


કર્મ કર્યું તે મહિને મળ્યું,

"બાપૂ" ભણે, આ મહિનો સચવાય, હે હરિ!

બસ, માંગુ એટલું.


🔥🚩 જય સદગુરૂ🚩🔥


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.