પુલવામા પ્રતિવાર
શું રંગીન એ પ્રેમ હતો, સરહદ પર વીર જવાનોનો!
પ્રેમ ખાતર દેહ છોડ્યો, શું વાંક હતો પરિવારોનો?
માતપિતાને નોધારા મૂક્યા, બાળોતિયા સંગ બાળ!
કલ્પાંત કરતી નાર બોલી, "તૈયાર છે આ,
બીજો વીર પુરુષ!"
વેલેન્ટાઇન નો વ્હાલો દિવસ, યુવાન હૈયે પ્રીત!
જમ્મુથી ઉપાડ્યો કાફલો, જવા શ્રીનગર.
પચીસો જવાનો બેઠા, અઠોત્તેર વાહન માંહ્ય!
કોણે જાણે ક્યારે પહોંચશુ, જમ્મુ રહ્યું વાહ્ય.
કાળમુખા એ જૈશે મોહમ્મદ, રચ્યું કાળ કપટ!
સવા ત્રણના સાંજ ટાણે, ઠોકી બારુદ કાર.
સી.આર.પી.એફ.ના ચાલીસ જવાને, લીધા છેલ્લા શ્વાસ!
કલ્પાંત કરતી ભારતમાતા, લીધો અડગ પ્રણ.
બાર દિવસમાં દુનિયાએ જોયું, ભારતનું રૌદ્ર સ્વરૂપ!
બાલાકોટમા બાર મિરાજ, પહોંચ્યા દસ સુખોઈ.
મોતના એ તાંડવ માંહી, મર્યા શત્રુ ચારસો!
છવ્વીસનો એ દિ ન દીઠો, દગે દેખાડ્યું પરચમ.
કહું છુ સાંભળ કાન ખોલી,
"ભારત નથી આ બાસઠનુ, સાંભળી લે ઓ ચીન!
ભારત નથી આ ઇકોતરનું, સંભાળ બેટા પાકિસ્તાન!
વાર ન કરવો સંસ્કૃતિ છે, તો પલટવારની નીતિ!
જેવા સાથે તેવા થવા, હું છું 'આત્મ નિર્ભર"!
🙏જય હિન્દ🙏
💐પુલવામા એટેક માં વીરગતિ પામેલા 40 જવાનોનો મારા શબ્દો થકી શ્રધાંજલિ💐💐
લી. ચંદ્રસિંહ જી. પરમાર "Sargudi",
તા:દહેગામ, જી: ગાંધીનગર

ટિપ્પણીઓ