⛈️"વેરી વરસાદ"🌦️

 "વેરી વરસાદ"


તને એમ કે, હું ઓઠું શોધું!

છાંટાના ઘા માથે જીંકુ,

બસ, વાદળીય થાકી ને પવન.


થેલો ખભે, બુટ પગે!

દોડું થોડું, બેસું બસે,

બસ, વાદળીય થાકી ને પવન.


ધ..મ..મ.. કરી તૂટી પડ્યો,

વેર જૂનું વાળવા કાજે,

બસ, વાદળીય થાકી ને પવન.


સુસવાટા તારાં કાન ફાડે,

મને રોકવા ઉધામા કરે,

બસ, વાદળીય થાકી ને પવન.


પલક ઢળી ને તું મળી,

યાદો મુલાકાતની જેવી સરી,

બસ, વાદળીય થાકી ને પવન.


કહે, ચંદ્ર "તું માટી થા!"

નવ થાકું હવે, આવી "એ"

બસ, વાદળીય થાકી ને પવન.


#બાપૂ_ઉવાચ(૩૦.૬.૨૪)

@ચંદ્રસિંહ જી પરમાર😎

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.