"વંદન" by Chandrasingh
પહેલા વંદન માતપિતાને, બીજે મારા પૂર્વજો!
દિવાળી જેણે દેખાડી, એવા સૌભાગ્યને વંદન.
ત્રીજે વંદન વીર શહીદ ને, ચોથે શહીદ પરિવાર!
દિવાળી જેણે દેખાડી, એવા સૌભાગ્યને વંદન.
પાંચમે વંદન ગુજરાત એસ.ટી., છઠે વ્હાલા કર્મચારી!
દિવાળી જેણે દેખાડી, એવા સૌભાગ્યને વંદન.
સાતમે વંદન પોલીસ પ્રશાસનને, આઠમે સજ્જન લોકો!
દિવાળી જેણે દેખાડી, એવા સૌભાગ્યને વંદન.
નવમે વંદન કોરોના લડાકુ, દશમે દાક્તર લોકો!
દિવાળી જેણે દેખાડી, એવા સૌભાગ્યને વંદન.
અગિયારમે વંદન સફાઈ કર્મયોગી, બારમે વ્હાલા ગુરુજનો!
દિવાળી જેણે દેખાડી, એવા સૌભાગ્યને વંદન.
ભણે "ચંદ્ર" આ ભોમકા ભાળી,
ત્રિપુરારી એવા મહાદેવને વંદન.
ટિપ્પણીઓ