"કોઈક તો સમજો"
![]() |
| કંડકટર: પ્રતીકાત્મક |
કોઈક તો સમજો!
સવારે જાગી ને રોડ પર નીકળી પડી છી.
એક ઠેલો, છૂટા, પાણી ની બોટલ અને ટિફિન.
રોજ હજારો મુસાફર ને મળી,
દરેકનાં પોતાના મૂડ,
કોઈ કરે શાંત સ્વભાવ વાત,
તો કોઈ કરે માથાકૂટ,
બધા ને પોતાના પ્રશ્નો છે
અહી થી એમને નજીક પડે ઉતારી દો,
અહી થી એમને લઇ લેજો,
આ મારી વસ્તુ અર્જન્ટ છે પ્લીઝ લઇ જાવ ને!
અરે તમારી વસ્તુમાં મારી નોકરી દાવ પર?
કોઈક તો સમજો!
ભાડું પણ એવું,
81, 91, 101 જાણે કોઈ નાં લગ્ન નો ચાંદલો!
કોઈ ની પાસે 1 રૂપિયો હોતો નથી,
અને કાગ ડોળે રાહ જોવે કે માસ્ટર 1 જતો કરે.
અરે ભાઈ મારે સાંજે આવા 100 થાય,
કોઈક તો સમજો!
વરસાદે,
બસ માં નલ ની વ્યવસ્થા.
બીજે પાણી પડે કે નાં પડે પણ કંડકટરની સીટ,
પર અભિષેક તો થાય જ!
હસે વાહન છે જતું કરી,
પણ વહીવટ કે નાઈટ માં આજ વાહન માં સુવો,
અરે ભાઈ કોઈક તો સમજો!
જવાબદારી નું કઈ તો,
જવાબદારી તો કલેક્ટર જેવડી,
જાણે બસ એક જિલ્લો ને ડ્રાઈવર કંડકટર એના રાજા!
ક્યાંક ઊભી રાખો તોય ગુનો,
ક્યાંક નો ઊભી રાખો તોય ગુનો,
80 ભર્યા હોય ને તોય કોઈક,
ફરિયાદ કરે તો કે તમારે ઊભી રાખી ને નાં પાડવી!
અરે ભાઈ ,
એટલું સમજાવતા થતો રોજ નો ઝગડો,
કોઈક તો સમજો!
વહીવટ કે'
KMPL લાવો,
EPKM લાવો,
એજ વહીવટ કે જ્યાં પેસેન્જર નાં આવતા હોય ત્યાય જાવ,
અરે ભાઈ,
રોડ પર પેસેન્જર હોય તો લઇ ને!
કોઈક તો સમજો!
હવે વાત,
મહેનતાણું.
તો વાત તો એવી છે કે,
આ સેવાનું માધ્યમ છે,
અને સેવા ડ્રાઈવર કંડકટર એજ કરવાની છે.
અરે ભાઈ ઘર ચાલવાનું હોય છે!
હક નું તો આપો.
કોઈક તો સમજો!
આવી તો અઢળક તકલીફ છે ભાઈ,
પણ કોઈક તો કીધા વિના સમજો,
અરે કોઈક તો અમને માનવ સમજો!
નોંધ: પ્રસ્તુત કાવ્ય સુરેન્દ્રનગરના મારા મિત્ર જયરાજસિંહ રાણાના કર કમળો દ્વારા રચાયેલ છે. આ કાવ્ય એમના ગુજરાત એસ.ટી.ના અનુભવને વાચા આપે છે. ગુજરાત એસ.ટી.ની સેવા પર આપના અમૂલ્ય તર્ક આપશો...
વતી.: ચંદ્રસિંહજી પરમાર
તમે આ વાર્તા પણ વાંચી શકો છો:👇👇
મારી YouTube channel ને જરૂર subscribe કરો:👇👇
https://youtube.com/c/ChandreshSir91

ટિપ્પણીઓ