⛈️અમારી યાદ🌦️
વરસ્યો નેહનો વરસાદ,
આવી તમને અમારી યાદ!
અમારી આંખલડી કરી ભીની,
એમનાં હૃદયે પણ ફરિયાદ કરી,
તમે આવશો, હતો અમને ભરોશો,
પળ પળ મારી યાદમાં તડપશો,
મન મારું પણ માંકડું,
મળવા તમને બન્યું ફાંકડું.
પેલી એંઠી ચા, ને બદામ શેક,
પેલી એંઠી ફ્રેન્કી, ને ચોળાફળી,
બસ, એમાં જ હતો હું ખુશ,
તમે મળો, એજ દિલની ખવાઈશ.
વરસ્યો નેહનો વરસાદ,
આવી તમને અમારી યાદ!
ટિપ્પણીઓ