"બાળતૃષ્ણા" (Child Quest) By Chandrasingh




નાનું અમથું બાળ, પીવા પાણી ટળવળે,
પિતા શાંત કરવા, બારીથી બસ દેખાડે!

બચકામાંનો બાટલો, ખાલીખમ ખખડે,
ને પિતા શાંત કરવા, બારીથી બસ દેખાડે!

"ઊહું ઊંહુ" નાદ કાઢી, ગળે હાથ અડાડે,
ને પિતા શાંત કરવા, બારીથી બસ દેખાડે!

મને થયું, ગરમી લાગે, પવન કાં સતાવે,
ને પિતા શાંત કરવા, બારીથી બસ દેખાડે!

નિર્દોષ આ બાળ, "અથર્વ" યાદ અપાવે,
બાળ તણા શબ્દો, "તૃષ્ણા" જ્ઞાત કરાવે!

ઘડીક થંભી, "પાણી પીવું છે આને?"
"ચંદ્રે" ખોલી ડબલું, બાટલો ભરી આપે!

પાણી જોતાં ગ્લાસમાં, હરખે શું મલકાય એ,
"ઘટ...ઘટ..." ગ્લાસ ખાલી, હૃદય મારું હરખાયે!

જળ એજ જીવન છે, સમજ વ્હાલા દોસ્ત,
ચંદ્રના આ શબ્દો, હવે ગુંજશે સકળ લોક!

ભાવાર્થ: પ્રસ્તુત કાવ્ય, સ્વાનુભવ આધારિત છે. ગરીબ મજુરીયા આદિવાસી નું બાળક કોઈ કારણસર રોઈ રહ્યું હતું; મેં એકવાર તો એમને કીધું કે બાળકને સિટીમાં ગરમી લાગતી હશે, રૂમાલથી પવન નાખે. બાળકનું ધીમું રડવું ચાલુ હતું. એના પિતાશ્રી એને શાંત કરવાનો મરણિયો પ્રયાસ કરતા હતા. મને એ બાળક જોઈ મારા દીકરા અથર્વસિંહની યાદ આવી ગઈ. મને આખી વાત સમજાઈ ગઈ. મેં તેમનો બાટલો માંગ્યો ને મારા પાણીના ડબલામાંથી ભરી દીધો. છોકરાની માં એ તેમાંથી એને પાણી પાયું. પાણી પીતા છોકરાના જે હાવભાવ હતાં, એ કદાચ હું આજે શબ્દોમાં પણ નહિ વર્ણવી શકું. ખરેખર મને આજે પાણીની સાચી કિંમત સમજાઈ.


લી.    ચંદ્રસિંહ જી પરમાર
ગામ: સરગુડી 

#બાપુ_ઉવાચ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.