તારો સાથ માંગુ છું.

 તારો સાથ માંગુ છું.

જીવનમાં તડકાછાયા આવશે,

બસ, છેલ્લો શ્વાસ માંગુ છું.

આવ્યો હતો એકલો, 

"સામ્રાજ્ય" છોડી જવા તારો હાથ માંગુ છું.


તારો સાથ માંગુ છું.

યુવાનીમાં હશે બધા સાથ,

ઘડપણની એકલતા માટે હૂંફ માંગુ છું.

ભલે ના કરું ફોન કે મેસેજ, વ્હાલી!

તારા માટે દુનિયા સામે રોજ લડું છું.


તારો સાથ માંગુ છું,

ચોળીમાં લીધા'તા ચાર ફેરા,

સમાજની સાક્ષીએ મારો શ્વાસ માનું છું.

કહે છે ચંદ્ર હે અમી!

દરેક ભવમાં તારો પ્રેમ માંગુ છું.



મારા ધર્મપત્ની અમિશાબાના જન્મ દિને...🔥


#બાપૂ_ઉવાચ🦁

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.