માં ની ગાથા By Chandrasingh

 દીકરો મારો, દૂર ના મોકલું

ભલે ખીજે હર!

ભણવા કાજ, ભવ બગાડું

ખર્ચું લોહીનું ટીપું!


રોટલો રળતો, થયો દીકરો

ખર્ચે પૈસા શા પાણી!

મહિનો એક શું, રહ્યો ઘરે

અછત પૈસાની આણી!


નીકળ્યો જવા સુરેન્દ્રનગર

ભૂલ્યો કે'વાનું પૈસાની ખપત!

"લઈ ગ્યો હોત પૈસા અગર

પડે જરૂર પૈસાની વખત!"


માં ના સ્મરણે બાપુ ઉવાચ,

"માં નું સ્થાન મહાદેવથી ઊંચું,

યાચું પ્રેમભક્તિનું વ્હાલ!."


મારા માતૃશ્રી ચંદાબા અને પૌત્ર અથર્વ સિંહ

માતપિતા

ભાવાર્થ: 

પ્રસ્તુત કાવ્ય મારા માતૃશ્રી ના વ્હાલને તાજુ કરે છું. હું અભ્યાસાર્થે સળંગ 1 મહિનો નોકરીમાં ગેરહાજર રહેતાં; બચાવેલી પુંજી પૂર્ણ થવાના આરે આવતાં, એકવાર માતૃશ્રીને ભૂલથી કહેવાઈ ગયું કે હવે પૈસા ખૂટ્યા છે. હું ફરી મારી નોકરીના સ્થળ સુરેન્દ્રનગર જતો હોઈ, ચિંતામાં મગ્ન માતૃશ્રીનો ફોન આવતા સૌપ્રથમ શબ્દ, "ઉતાવળમાં તું પૈસા લેવાનું કેમ ભૂલી ગયો? તારી પાસે કેટલા પૈસા છે? મારી પાસે લઈ જવાતાં ને!" હતાં. 

"દીકરો કે દીકરી ભલે લાખો રૂપિયાના ધણી કેમ ના હોય એની માતાએ સાડલા ના છેડેથી છોડેલ 1 રૂપિયો પણ એના લાખો રૂપિયાથી વિશેષ હોય છે."


આભાર.

જય હિન્દ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.