માફ કરજો! By Chandrasingh
થયી હોય અમથી ભૂલ, માફ કરજો!
દુઃખાવ્યું હોય દિલ, માફ કરજો!
ના ચૂકવી શક્યો ઋણ તારા ધાવણનુ,
ના લઈ શક્યો કાંધ, માફ કરજો!
વેચી નાખ્યું આયખું ઓ માબાપ,
ના વહેચી શક્યો વ્હાલ, માફ કરજો!
હાથ પકડી લાવ્યો'તો, તને મારી જાન,
સાથ છોડી એકલો નીકળ્યો, માફ કરજો!
ન પાળી શક્યો વેણ લગ્ન વેદીનુ,
રડાવી ગયો નાનું બાળ, માફ કરજો!
હવે રહીશ સદાય "ગેરહાજર",
"નોકરી નહિ આવી શકું", માફ કરજો!
સ્નેહી સૌ સુખી રહો, ના કરો કાનાફૂસ,
ભેગુ કર્યું ભાગે ન લાગે, માફ કરજો!
જોયાં'તા સપના અનેક સાથ રહેવાનાં,
રહે ના "સ્વાસ" ઓ "ચંદ્ર", માફ કરજો!
- ચંદ્રસિંહ જી પરમાર
#બાપૂ_ઉવાચ

ટિપ્પણીઓ