ચિંતા ન કર વ્હાલી!

 ચિંતા ન કર, વ્હાલી!

તું ચિંતા ન કર.


મને ખબર, ભણવુ કેટલું જરૂરી!

એમાંય તારે કેમેસ્ટ્રીમાં પી.એચ. ડી.,

મહેનત તારી, લોકોનો જીવ બચાવશે,

મને એમાં થોડો આશીર્વાદ પણ મળશે.


યાદ છે તને હું બહુ મેસેજ કરતો,

તારા જવાબની બહુ રાહ જોતો,

તારી અવગણનાથી સમજાયું,

મને પણ બહુ ખોટું લાગ્યું,

તોય, ચિંતા ન કર વ્હાલી!

ચિંતા ન કર.


હું ગાંડો એક વાત ન સમજ્યો,

 મંજૂરી વિના તને મારી સમજ્યો,

સમયે મને શીખવી દીધું,

કોઈ નથી કાયમી આપડું,

ચિંતા ન કર વ્હાલી!

તું ચિંતા ન કર.


હું દૂર રહીશ હવેથી,

ન કોઈ ફોન, ન મેસેજ.

તારા ફોટા તારી જગ્યા પૂરશે,

તારી સફળતામાં મારી દુઆ રહેશે.

ચિંતા ન કર વ્હાલી!

તું ચિંતા ન કર.


પ્રેમ પ્રેમ લોકો બહુ કરે,

અર્થ ન જાણે કોઈ, 

પ્રેમ એટલે "ત્યાગ" છે, "પામવું" તે નથી પ્રેમ.

ચિંતા ન કર વ્હાલી!

તું ચિંતા ન કર.


(ભગ્ન હૃદય મિત્રની ભલામણથી રચાયેલ રચના)

લી. ચંદ્રસિંહ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.