"બાપુની વ્હાલી દીકરી" By Chandrasingh.
લક્ષ્મી પધારી,
ભાંગ્યું વાંઝિયાપણું,
બાપ મુંઝાય.
"દીકરો દીધો...!
ખભો બનતો મારો,
કાપડું છે ક્યાં?"
પેટે બાંધી,
પાટો; કર્યું વૈતરું,
થયી જુવાન.
લાગી નોકરી,
નર્સની, ઘર દૂર!
ચિંતા માબાપ.
દીવા ટાણે,
આવી કરી નોકરી,
માબાપ રાજી.
હાથ આપતા,
જમાઈને રડ્યા એ,
અનરાધાર.
દીકરી આપી,
ઘસી પગના તળ,
માબાપ દ્રવે.
"હતાં એકલા,
ને એકલા જ રહ્યા,
ક્યાં છે ન્યાય??
(ભાવાર્થ:
પ્રસ્તુત કાવ્ય "હાઈકુ" પ્રકારે લખવામાં આવ્યું છે.
દીકરીના જન્મને હેત સાથે વધાવતા, માતાપિતાને વૃદ્ધાવસ્થામાં એકલા ન છોડવા દરેક દીકરીની ફરજ છે.)
લી. ચંદ્રસિંહ પરમાર "બાપુ"
(Sargudi)
ટિપ્પણીઓ