"ઈર્ષ્યા ને આશિષ" by Chandrasingh.

 

મિત્રની ઈર્ષ્યા


હું ને તું, હારે કરતાં કામ,
તું રહેતો એકલો, મેં લંબાવ્યો હાથ!
દોસ્ત જાણી દિલ દીધું,
દલડે કર્યો વ્યવહાર!

તે વખતે તે "સેટિંગ" પાડ્યું,
ના કર્યો મેં વિરોધ!
તું તો મારો ભાઈ છે,
તો કાં થાઉં હું ઉદાસ!

વાત થયી બદલીની,
બોલ્યો, કરીએ સેટિંગ!
હું રહ્યો ગરીબ,
ક્યાંથી લાવું પચાસ હજાર?

વરિષ્ઠતામા તું આગળ,
તને થયો ઘમંડ!
મેં માંગ્યું મને મળી રહેશે,
હતો મને વિશ્વાસ!

તારે આવ્યું ધંધુકે તો,
મારે મળ્યું ધોળકે!
હું "ગરીબ" ના જાણું,
વહીવટી ક્યાંથી થાય?

કહે "ચંદ્ર" એ દોસ્ત,
"જે આજ હું જાણું, ન જાણે સકળ લોક!
તારા જેવા કંઈક આવ્યાં, રખોપાં કરે માબાપ!"

૧૨.૬.૨૦૨૨

#બાપુ_ઉવાચ

ચંદ્રસિંહજી પરમાર,

સરગુડી.

નોંધ: 

નોકરીમાં બદલી થતાં, મિત્ર દ્વારા બદલી કંઈ રીતે થયી એનો પ્રશ્નને હવા આપવાનો પ્રયાસ કરે છે. આજ સુધી મેં ક્યારેય મિત્રના કામમાં માથું માર્યું નથી તો મારા કામમાં જ કેમ? મને આ વાત જાણીને નવાઈ અને દુઃખ થાય છે કે ભણેલા ગણેલા લોકો પણ "સેટિંગ" પડવાના હવાતિયાં મારી રહ્યાં છે.

જય હિન્દ.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.