"કાચી કાયા" શોકગીત by Chandrasingh


આત્માનો શરીર ત્યાગ


 રડતો આવ્યો,

હસતો જઈશ "હું".

યાદ આવીશ!


ધ્રાંસ્કો લાગ્યો,

છૂટ્યું કાચું શરીર,

 "એ" આંખો ચૂવે. (("ગર્ભ સ્થાપનથી મૃત્યુ સુધીનો આત્મા અને શરીરનો લગાવ મૃત્યુ સમયે આંસુ રૂપે વહી છે."))


ખાટલે નાખ્યો,

એમ્બ્યુલન્સ માંહી "હું",

'પરોણો' બન્યો.


નિરખું દૃશ્ય,

સખી('પત્ની') રડે, ને સાખ!('ઘરના મોભી')

રડે ચકલું. ('ચારે દિશાઓ ના લોકો/સગા સંબંધી, ગ્રામવાસી').



દાળ ચોખા ને,

દમડી. મૂકી માંહી,

મુખ. છે બંધ.


સજાવ્યો માંહી,

પાલખી, ફૂલહાર,

અત્તર છાંટ્યું.


શ્રીફળ ચાર,

દુણી દાણા દાભ ને,

ખભે  છું ચાર.


વિસામે પગ, 

આગળ કર્યા આજ,

સ્મશાને "હું".


લાકડે ઊંઘ્યો,

સાંઠા લઈ આંટા, રે...

ચાંપી શું આગ!


ભડ... ભડ... રે...

ભડથું થયો, છૂટ્યો

શરીર મોહ!


રે... ચંદ્ર ભણે,

"મોહ છોડો માયાનો,

કાચી કાયાનો!"


વિવરણ:

 પ્રસ્તુત કાવ્ય મારા કાકાશ્રી ભૂપતસિંહના દેવગતિ થવાના શોક રૂપે પ્રગટ થયું છું. આ એક હાઈકુ પ્રકારનું કાવ્ય છે. પ્રસ્તુત કાવ્યમાં મૃત્યુ પછી માનવ શરીરનું વિસર્જન કરવામાં આવે છે; આજ સુધી તજે વ્યક્તિ આપણી સાથે આપણા સુખદુઃખના ભાગીદાર બન્યા હોય, વડીલ બની સલાહ સૂચનો આપ્યા હોય તે વ્યક્તિનું અતિશય પીડા યુક્ત અવસાન થયું હોય, ત્યારે આવા શબ્દો સહજ રીતે દિલમાંથી સારું જાય છે. ભૂપતસિંહે મારા દીકરા અથર્વ સિંહ ને ઊભા રહેતા શીખવ્યું, એ કેમ વિસરાય!!

લી. ચંદ્રસિંહ જી પરમાર 

મુ. સરગુડી 

#બાપુ_ઉવાચ








ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.