"સમાણી નાઈટ" મધ્ય રાત્રિએ લખાયેલ કાવ્ય. By Chandrasingh

 





જિંદગી જીવે તો જીવી જાણજે દોસ્ત!

પીંજરા નું પારેવડું ક્યારે ઊડી જાય!


દુનિયા જોવી તો જોઈ લેજે દોસ્ત,

અણમોલ આંખો ક્યારે ઓલવાઈ જાય!


પ્રેમ કરે તો કરી જાણજે દોસ્ત,

પ્રેમઘેલું આક્રંદ ભલું કોણાથી જોઈ શકાય!


ખાવું જ હોય તો ખાઈ લેજે દોસ્ત,

પછી ચમચીથી રાબ શીદ પી શકાય!


મફત મળ્યો છે શ્વાસ, લઈ લેજો દોસ્ત,

પછી પેલું વેન્ટિલેટર પણ થાકી જાય!


ઊંઘવા મળે એટલું ઊંઘી લેજે દોસ્ત,

પછી "પાલખી" પરથી કોણ ઊભું થાય!


યાદ આવે "સ્વજન",  મળી લેજે દોસ્ત,

 બંધ થયા પછી "શ્વસન",  ક્યાંથી ચાલું થાય?


ગતિ,

મધ્યરાત્રિ ચડેલા તાવની ગતિ,

ને સતત આવતી મારી ઉધરસની ગતિ, 

ઊંચે ચડેલા શ્વાસની ગતિ

 ને પાસે  પડેલી પાલખીની ગતિ,

બાજુ બેઠા બે કાળા કૂતરાની ગતિ,

ને આકાશે ચડેલા વાદળની ગતિ,

વાદળમાં દેખાતાં તારાની ગતિ,

ને ભૂતળે ફરતા મકોડાની ગતિ, 

મચ્છરદાની ઘૂમતા મચ્છરોની ગતિ.

ને ઘડિયાળના ફરતાં કાંટાની ગતિ,

શરદીમાં નાક બંધ થવાની ગતિ,

ને પરસેવે રેબઝેબ લખવાની ગતિ,

કહે "ચંદ્ર",

ઊડી ગઈ છે ઊંઘ, 

સરગવાડા સમાણી તણા આ ગામ.

"લાગ્યું જાણે ઉઠી નહિ શકું, જો હવે ઉંઘ્યો અહીં!"


#બાપૂ _ઉવાચ.



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.