"છૂટા થવાનો આનંદ કે છોડી જવાનું દુઃખ!" સ્મૃતિ કાવ્ય, by Chandrasingh

 



ભોમ બની આ કર્મભૂમિ, થયી રહ્યો "હું" મૂઢ,
સુરેન્દ્રનગર છે ઘેલી નગરી, ઘેલા એનાં લોક!
ઘેલું લગાડ્યું ધૂળિયા રસ્તે, પૂછ્યાં દિલના આશ,
રાત શિયાળે હૂંફ આપી, ઉનાળે આપી ઠંડ!

ભોમ બની આ કર્મભૂમિ, થયી રહ્યો "હું" મૂઢ,
દોસ્ત બધા દિલદાર દીઠાં, કોણી કરું હું વાત!
સાહેબોએ હાથ ઝાલ્યો, હાથથી છૂટે ના કાંઇ,
પિતાજીની પેઢી સમજી, થયી ગયા ત્રણ વર્ષ!

ભોમ બની આ કર્મભૂમિ, થયી રહ્યો "હું" મૂઢ,
વિજુ, હિરો ને જિતુભા; હાર્દિક, જયું ને વિનુભા!
જગત, રામી ને વાઘભા;  બોલો ભગવાનની જય,
ધમાલ કરવા ડી.જે. આવ્યા; દેખાડ્યો ખાખી રંગ!

ભોમ બની આ કર્મભૂમિ, થયી રહ્યો "હું" મૂઢ,
રાણાસાએ રાજનીતિ શીખવી, આપી ખુલ્લો સપોર્ટ!
કિશોરસિંહે ઉદારતા દાખવી, "કર્મચારી મારો ભાઈ",
આગેવાનોનો છેદ ઉડાડી, દોડાવે નેક વહીવટ!

ભોમ બની આ કર્મભૂમિ, થયી રહ્યો "હું" મૂઢ,
જાતિવાદનો જમ ભાળ્યો, "તમે કેવાં?"નું રટણ!
માનપાન પણ અહીં જ ભાળ્યું, ના કરે કદી "તું",
"મોજ" શબ્દની મોજ માણી, માયાળું મનેખ!

માયાળું આ મલક મૂકતાં, ઘડી થોભી જા ઓ "ચંદ્ર"!
છૂટા થવાનો આનંદ કરું કે છોડી જવાનું દુઃખ!



લી.      ચંદ્રસિંહ જી. પરમાર, "#બાપુ_ઉવાચ" 
ગામ:    સરગૂડી
તા.:      દહેગામ
જી.:.    ગાંધીનગર

ભાવાર્થ: સુરેન્દ્રનગર માંથી બદલી થતાં સુરેન્દ્રનગરએ ત્રણ વર્ષમાં જે આપ્યું છે, જેણે સાથ સહકાર આપ્યો છે; એ સ્મૃતિને મારી શબ્દાંજલિ.

નોંધ: "બોલો ભગવાનની જય" એ એક ઉમદા વ્યક્તિનું ઉપનામ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.