બેરોજગાર નો આતમ!

 


     (પ્રતિકાત્મક ચિત્ર)


હું છું બેરોજગાર, ઓ સરકાર!

હું છું બેરોજગાર.

જનમ્યા ભેળી આશ અપાવી માં_બાપ હૈયાધાર!

    હું છું બેરોજગાર.

પહેલું ભણતા પાયા શીખ્યો, એકાને અગિયાર!

    હું છું બેરોજગાર.

મોટો થતાં માધ્યમિકમાં ગયો, શીખ્યો અંગ્રેજી પળવાર!

    હું છું બેરોજગાર.

અગિયાર મું મે આર્ટસ લીધું, સાયન્સમાં ક્યાંથી જાય?

    હું છું બેરોજગાર.

બોર્ડમાં માં હું બ્યાશી લાવ્યો, સરગુડીમા ઉત્સવ અપાર.

    હું છું બેરોજગાર.

કોઈકે કહ્યું કમ્પ્યુટર કર, નોકરી મળે તત્કાળ!

    હું છું બેરોજગાર.

મોટાભાઈએ મજૂરી કીધી, પિતા પરસેવે નાહ્ય!

    હું છું બેરોજગાર.

દેગામમાં હું કોલેજ ગયો, જ્ઞાન_ગુરુ પૂજનાર!

    હું છું બેરોજગાર.

કોલેજ કાળમાં તૈયારી કીધી, બનવા જમાઈ સરકાર!

    હું છું બેરોજગાર.

પેલી પરિક્ષા તલાટી દીધી, અઢી લાખે(ઉમેદવારી) વેચાય!

    હું છું બેરોજગાર.

 અમદાવાદમાં એમ. એ. કીધું, બનવું "માસ્તર" આજ!

    હું છું બેરોજગાર.

ભણવાનો બહુ પૈસો કીધો, વેચે વધે ઘરબાર!

    હું છું બેરોજગાર.

સાત હજારે શિક્ષક(ખાનગી શાળા)બન્યો, શોષણ નો નહિ પાર!

     હું છું બેરોજગાર.

એક વર્ષમાં કાઢી મૂક્યો, ટ્યુશન થી બેડો પાર!

     હું છું બેરોજગાર.

એટલામાં આવી પોલીસ ભરતી, કૌભાંડો ની સાથ!

     હું છું બેરોજગાર.

થયું સાચવશે બિન_સચિવાલય, હવે (બે હજાર )એકવીસ માં લેવાય!

    હું છું બેરોજગાર.

હામ ભરી હાઇકોર્ટ માટે, જીપીએસસી ને કાજ!

    હું છું બેરોજગાર.

આવ્યો કોરોના કામણગારો, તાળાબંધી ની સાથ!

    હું છું બેરોજગાર.

પડ્યા ઉપર તે(કોરોના) પાટું માર્યું, કેમ ચલાવું ઘરબાર?

     હું છું બેરોજગાર.

રાહ જોઈને રૂહ રડે છે, ક્યારે બનીશ "જમાઈ"! 

ઓ સરકાર?

    હું છું બેરોજગાર.

આતમ મારો રૂંધાઇ રહ્યો છે, કુદરત ના ઓ કહેર!

પિતાનો લાડકો પિતા બન્યો છે, દીકરા પર બધો ભાર.

કહે "ચંદ્ર",

 ભારત પહોંચશે ભાણ પર, કોણ  અપાવશે રોજગાર?

     હું છું બેરોજગાર.

 

      ➡️ ચંદ્રસિંહ જી પરમાર "સરગુડી"

ટિપ્પણીઓ

Gs એ કહ્યું…
ખુબજ સુંદર રચના 👌👌💐
Parth Prajapati એ કહ્યું…
વાહ ખુબ જ સરસ રીતે એક બેરોજગારની વેદનાને વાચા આપી છે...
Chandrasinghji Parmar, "બાપુ" એ કહ્યું…
Thank you પાર્થ ભાઈ💐
Unknown એ કહ્યું…
અતી અતી અતી ઉત્તમ.

💐💐💐💐💐💐💐
Chandrasinghji Parmar, "બાપુ" એ કહ્યું…
આપનો આભાર🙏💐

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.