પ્રેરણાત્મક કવિતા: "આવીશ...!"
"ત્રેવડ જેટલી હોય એ વિધિ!(૨) કર ઘા,
હું નવો અવતાર ધરીને આવીશ.
તેડાવ તાંડવી મારૂતો મુજ કાજ,(૨)
હું શૈલ પુત્ર બનીને આવીશ.
લોઢું ગરમ જોઈ ઉઠાવી લે ઘણ.(૨)
પા'ણ કાપી શકે એ ધાર બનીને આવીશ.
છીણી, હથોડાનો કરી લે પ્રહાર,(૨)
સૌકોઈ નમે એ 'મૂરત' બનીને આવીશ.
જે હસી રહ્યાં છે મુજ પર આજ,(૨)
એમનાં હૃદયનું "રાજ" બનીને આવીશ.
ગરીબી મારી મજબૂરી છે વડીલ!(૨)
આંતરથી (હૃદય) અમીર બનીને આવીશ.
કહે છે "ચંદ્ર" હે વિધી!
ચલાવી જો...(૨) તૂણીરના તમામ વાણ,
હું "બ્રહ્માસ્ત્ર" નો ટંકાર કરીને આવીશ."
(નોંધ: કાવ્ય પઠન વખતે "(૨)" એટલે "વાક્યને બે વાર બોલવું)
✍️ચંદ્રસિંહ જી. પરમાર
ગામ: સરગુડી
પો: લિહોડા
તા: દહેગામ

ટિપ્પણીઓ