મારી આંતરડી ("ખેડૂત")

 

         (ધરતી પૂત્ર)

  


છસો આપી કલાકના, ખેતર મેં ખેડાવ્યું;(૨)

પંદરસોની થેલી એવું સારું બિયારણ લાવ્યો.


બારસો લેખે ખાતર લીધું(પ્રતિ થેલી), આવી  સો ની દવા;(૧ નંગ)

પેરવાના એ પૈસા બચાવવા, પુંખ્યા છૂટા ઘઉં.


પોષ  માસની પાછલી રાતે, વાળુ એકલો પાણ(પાણી);

ગાત્ર થીજાવતી ઠંડી સામે એકલો લડુ જંગ.


ડૂંડા જોઈ હરખાયો, તો ઉધઈ જોઈ અકળાયો;

મૂડી મારી ખર્ચી ને, હું ઘણીવાર પછતાયો.


લણણી ટાણે દાડિયા કીધા, એકલે પાર ના આવ્યો;

દાડી દીધી દોડસો રૂપિયા(પ્રતિ વ્યક્તિ), દસ બોલાવ્યા દસ દિન.


થ્રેશરના તે હજાર કીધા, કલાકે ચૂકવો "ચાંદ";

સપના કાજે સાહસ કીધા, લીધા વ્યાજે દામ.


કૃપા થયી કરુણાનિધિ, લીધો મબલખ પાક;

ધાન કેરો ઢગલા જોઈ, બેઠા હેઠા પ્રાણ.


દીકરી બોલી, " દેવું દઇ દો!", દીકરે ઝાઝી અભિલાષ;

પત્ની કે, "કરિયાવર લઈ દો", મનમાં કરું અભિમાન.


બીજા દિ મંડી એ ચાલ્યો, શહેરની પકડી વાટ;

બજારમાં મૂકી ધાન, મોલની જોવું રાહ.



કણબીનો દીકરો કાળજું વેચે, શેઠિયાને નહિ ભાન;

પંદર રૂપિયે કિલો દીધા, મોલે થયો બેઈમાન.


મફતના ભાવે મોલ કીધા, બજારે લૂંટી લાજ;

ખરચ કરતાં કરજ વધ્યું, કોણે કરું ફરિયાદ.


શું "MRP" જેવું ધાનમાં "MSP" આવશે ખરું?

શું કણબી હોવું ગુનો છે, તો ક્યારે વળશે કળ?

સંતાનોના સપના, પત્નીના અભરખા;

કોણ ઠારશે આ "કકળતી આંતરડી"?



• ચંદ્રસિંહ જી પરમાર "સરગુડી" (દહેગામ, ગાંધીનગર)





ટિપ્પણીઓ

Parth Prajapati એ કહ્યું…
વાહ ચંદ્રસિંહજી વાહ 👌
Chandrasinghji Parmar, "બાપુ" એ કહ્યું…
આપનો આભાર🙏💐
Vicky એ કહ્યું…
સરસ શબ્દો માં રજૂઆત
Chandrasinghji Parmar, "બાપુ" એ કહ્યું…
ખૂબ ખૂબ આભાર Vicky🙏💐💐

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મને તો રજા જોઈએ

"જિદ્દી દિલ"

રામ છું.