"મન થાય છે"
તારા નયનોનાં નગરમાં
ભટકવાનું મન થાય છે,
તારી હાસ્યની છોળોમાં
જીવવાનું મન થાય છે.
લટકતી એ લટો મા
હિંચવાનું મન થાય છે,
મીઠા શબ્દોના એ ઝરણામાં
તરવાનું મન થાય છે,
તારા રેશમ શા ગાલ પર
લપસવાનું મન થાય છે,
તારા નાજુકલા લલાટ પર
ચુંબનનું મન થાય છે,
વાંકડિયા વાળના એ વનમાં,
સંતાવા નું મન થાય છે,
નાગણ શી ચાલ મા
ચાલવાનું મન થાય છે.
તારાં ગુસ્સાની એ ગરમીમાં
પિગળવાનું મન થાય છે,
તારાં સ્નેહની એ શિતળતામાં,
ભીંજાવાનું મન થાય છે.
કહે છે ' ચાંદ ' એના ઘડનારને
એના ' ઘડતર' ની સાથ
આખું "ઘડપણ" જોવાનું મન થાય છે.
- ચંદ્રસિંહ જી. પરમાર "સરગુડી", દહેગામ(ગાંધીનગર)

ટિપ્પણીઓ