"હમણાં મળીએ"
માસ્તર મિત્રના મેરેજ કીધા, સોમવારનો એ દિ રે...
આવ્યો એકાંતનો ફોન, પૂછવા આમંત્રણ આવ્યું કે?
મારે એને મનભેદ થયા, નથી તેડાવ્યા અમને રે...
તને તેડાવ્યો, જઈ આવજે પૂછજે અંતરના હાલ રે.
વાત વાતમાં વાતે ચડ્યાં, યાદોના છૂટયા દોર રે...
યાદ છે તને, તું, હું ને જીગો બેસતાં લાઇબ્રેરી ની બા'ર રે...
એક દિ ખાતાં ભાથું , બીજે દિ સેન્ડવિચ રે.
યાદ છે તને, બહુ ફર્યા બાઇક પર , અમદા'દની પોળ રે...
લેવડાવ્યો મને માઇક્રોમેક્સ, પેલવે'લો એન્ડ્રોઇડ રે.
યાદ છે તને, હું બહુ શરમાતો જોઈ સંધ્યાને શૈલ રે...
તું જઈ પહોંચતો વાતો કરવા, અમે બાળતા જીવ રે.
ભાંગ્યું એ ભૂત ભ્રમનું, પરીક્ષાના છેલ્લા દિ એ...
જાવા દે એ જૂની વાતો મળવું છે બસ આજ રે.
કીધું મને લેવા આવું, ઉતરી જા ઇસ્કોન રે...
ફોન કરીને રાહ જોતો, રખે આવે જગન્નાથ રે...
"હમણાં આવશે!" લઈને બાઇક કે કાર ?
જોતાં લાગ્યું ગળે મળું, જાણે કૃષ્ણ_સુદામો રે...
કાળમુખો આ કોરોના, છીનવી સંસ્કૃતિની રીત રે.
મળ્યાં બંને બહુકો, ઉમળકે પૂછી વાત રે...
"ચાલ કરીએ નાસ્તો" સમય નથી હાથ રે.
તિથિ મહાસુદ બીજ, ને સંવત વીસ સિત્તોતેર...
કહે ચંદ્ર, "મિત્ર બનો તો સાચા બનજો, દુઃખમાં રહે સાથ રે...
પોતે દુઃખમાં હોય, ચહેરે ન લાવે અણસાર રે."
- ચંદ્રસિંહ જી પરમાર "Sargudi"

ટિપ્પણીઓ