"ત્રણ દશક" : મારો જીવન વૃતાંત By Chandrasingh
સંવત બેહજાર અડતાલીસ, શ્રાવણી શુક્લ પક્ષ બીજ!
સને ઓગણીસો એકાનું, તારીખ ઑગસ્ટ અગિયાર.
રાઠોડ કુળ "ફૂલસિંહ"ના દીકરી, અવતર્યો "ચંદાબા" કોખ.
ભાસે દુબળો વાને ગોરો, પિતા "ગાભૂસિંહ"ના ઘેર!
બીજા ક્રમનું બાળ જાણી, હરખાય દાદા "વજેસિંહ".
પિતાને મન' "રવીન્દ્ર" કહેશું, માતાને મન બાળ "બાબુ"!
શશી સરીખું મુખ દીઠું, દાદા કહે "ચંદ્રસિંહ"
શાળા પહેલી "સરગુડી" દીઠી, ભણી ચોપડી સાત!
લિહોડામાં લે'ર કરતાં, થયો પ્રથમ નંબરે પાસ.
વિનયન માં સ્નાતક કીધુ, અનુસ્નાતકે અમદાવાદ!
પચીસ વરસે "માસ્તર" બન્યો, રોયલ સ્કૂલની માંહ્ય.
મહાદેવની દ્રષ્ટિ ફળી, મળી મુજને પ્રેમાળ "અમી"!
કિસ્મતે "કંડકટર" બની, ફરું સકળ વિરાટનગર.
ત્રીસમા વર્ષે "અથર્વ" આવ્યો, જાગી જીવનની આશ!
જન સેવાનું બીડું ઝડપ્યું, જન જન લેતો જ્ઞાન,
"બાપૂ" નવું નામ દીધું, કરું ધોળકા તને પ્રણામ.
વ્હાલા મારા વાચકોને, વ્હાલથી કરું પ્રણામ.
- ચંદ્રસિંહ જી પરમાર
ગામ : સરગુડી
તા: દહેગામ,. ગાંધીનગર

ટિપ્પણીઓ